Western Times News

Gujarati News

સુરતના ગજેરા બંધુઓ સામે કરોડોના ફ્રોડનો ગુનો નોંધાયો

સુરત, સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ અને લક્ષ્મી ગ્›પના સંચાલકો એવા ગજેરા બંધુઓની મુશ્કેલીમાં ધરખમ વધારો થયો છે. પી.એન.બી. કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સી સાથેના કથિત જોડાણો અને કરોડોની છેતરપિંડીના ગંભીર મામલે ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ સુરત પોલીસે વસંત ગજેરા સહિત ૭ શખ્સો સામે ગુનો દાખલ કર્યાે છે.

અગાઉ સ્થાનિક કક્ષાએ રજૂઆત છતાં કાર્યવાહી ન થતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટના કડક વલણ બાદ પોલીસે એક્શનમાં આવવું પડ્યું છે.ફરિયાદી પ્રવિણ દેવકીનંદન અગ્રવાલ (ભૂતે) દ્વારા આ મામલે ઈકો સેલમાં અગાઉ ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ ગજેરા બંધુઓ તપાસમાં હાજર રહ્યા નહોતા. આખરે ફરિયાદીએ હાઈકોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન (૨૦૨૪/૨૦૨૬) દાખલ કરી હતી.

જેની સુનાવણી બાદ નામદાર કોર્ટે સુરત પોલીસ કમિશનરને કડક આદેશ આપી, દર્શાવેલી તમામ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવા હુકમ કર્યાે હતો. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પ્રવિણ અગ્રવાલ ‘શાંતિ રેસીડન્સીસ પ્રાઇવેટ લિમિટેડ’માં ૪૩% હિસ્સો ધરાવતા હતા. આ હિસ્સો પચાવી પાડવા માટે ગજેરા બંધુઓએ મોટું ષડયંત્ર રચ્યું હતું.

કંપનીની મિલકતો માર્કેટ ભાવે વેચી, ચોપડે માત્ર જંત્રીની રકમ બતાવી કરોડોની ઉચાપત કરી હતી. આ નાણાં હવાલા મારફતે હોંગકોંગ મોકલાયા હતા. ફરિયાદીની બોગસ ડિજિટલ સહી કરી તેમનું રાજીનામું અપાવી ડિરેક્ટર પદ પરથી હટાવી દેવાયા હતા. બનાવટી સહીઓ દ્વારા ફરિયાદીનો ૪૩% હિસ્સો ઘટાડીને માત્ર ૪.૦૨% કરી દેવામાં આવ્યો હતો.

ખોટા દસ્તાવેજોને ‘રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ’માં સાચા તરીકે રજૂ કરી સરકારી તંત્રને પણ ગુમરાહ કરવામાં આવ્યું હતું.ફરિયાદીએ એવો આક્ષેપ પણ કર્યાે છે કે કૌભાંડ પર પડદો પાડવા માટે તેમને અને તેમના પરિવારને ખોટા ગુનામાં ફસાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.