Western Times News

Gujarati News

શાહિદનો ટ્રોલ્સને જવાબ તમારામાં બોલવાની લાયકાત હોય તો જ મોઢું ખોલજો

મુંબઈ, ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર બનવું જેટલું ગૌરવની વાત છે, એટલું જ પડકારરૂપ પણ છે. લાખો ચાહકોનો પ્રેમ મળે છે, તો બીજી તરફ કેટલાક લોકો કીબોર્ડ પાછળ છુપાઈને સેલિબ્રિટીઝને ટ્રોલ પણ કરે છે — ભલે તે વ્યક્તિગત અભિપ્રાય હોય, ફિલ્મ હોય, અભિનય હોય કે કપડાં.

આજના સમયમાં સેલિબ્રિટીઝની દરેક બાબત પર સોશિયલ મીડિયા યુઝર્સ નજર રાખે છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં, પોતાની ફિલ્મ ‘ઓ રોમિયો’ના રિલીઝ સમયે, શાહિદ કપૂરે ટ્રોલિંગ વિશે ખુલીને વાત કરી હતી.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે ટ્રોલિંગને કેવી રીતે હેન્ડલ કરે છે, ત્યારે શાહિદે કહ્યું, “જે કોઈ કહે છે કે મને કોઈ અસર થતી નથી, તો મને નથી લાગતું કે તે સાચું બોલે છે. જે લોકો કહે છે કે તેમના પર બહુ જ અસર થાય છે, તે પણ પોતાને ગંભીર સ્થિતિમાં મૂકે છે.” વખાણ અને ટ્રોલિંગ બંને વિશે વાત કરતાં શાહિદે કહ્યું કે તમારા કામની નોંધ માત્ર બહારથી મેળવવી યોગ્ય નથી. પોતાના કામ વિશે પોતાને શું લાગે છે તે જાણવું ખૂબ જરૂરી છે.

પરંતુ સાથે સાથે, દર્શકો સાથે જોડાયેલા રહેવા માટે તેઓ શું અનુભવે છે તે પણ સમજવું જોઈએ. તેમણે આગળ ઉમેર્યું, “હું હંમેશા કહું છું અને આગળ પણ કહેતો રહીશ — લોકો મને કહે કે જુના જમાનાની વાતો કરે છે કે કંઈ પણ — પણ ‘આપકે બોલને કી ઔકાત હોની ચાહિયે, તભી મુંહ ખોલના ચાહિયે.’ આ મેં બાળપણમાં શીખ્યું છે. મેં મારા માતા-પિતાને અને ઘણા મહાન કલાકારોને જોયા છે.

લોકો તેમની સામે સહેલાઈથી બોલતાં પણ નહોતાં. આજે લોકોને બહુ બોલવાની આદત થઈ ગઈ છે. પહેલાં પોતે જુઓ કે તમે કેટલા પાણીમાં છો, પછી વાત કરો. જ્યાં અસુરક્ષા, ડર કે અસંતોષ હોય ત્યાંથી નેગેટિવિટી આવે છે.”શાહિદના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તે ટ્રોલિંગને સંપૂર્ણ અવગણતો નથી, પરંતુ સંતુલિત દૃષ્ટિકોણ અપનાવી આગળ વધવાનું પસંદ કરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.