Western Times News

Gujarati News

૧૫૦૦૦ કિ.મી. પીછો કરી ઓઈલ લઈ જતું ત્રીજું જહાજ દબોચ્યું

નવી દિલ્હી, અમેરિકી સેનાએ હિંદ મહાસાગરમાં પ્રતિબંધિત તેલ ટેન્કરો વિરુદ્ધ પોતાની કાર્યવાહી તેજ કરી દીધી છે. કેરેબિયન સમુદ્રથી શરૂ થયેલો પીછો હિંદ મહાસાગર સુધી પહોંચ્યો હતો, જ્યાં ‘બર્થા’નામનું ત્રીજું ટેન્કર જપ્ત કરવામાં આવ્યું છે.

આ જહાજ વેનેઝુએલાથી ભારે અશુદ્ધ તેલ લઈને ચીન જઈ રહ્યું હતું અને ઈરાન સાથે જોડાયેલા અમેરિકી પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. પેન્ટાગોને તેને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ત્રીજી સફળ જપ્તી ગણાવી છે.

જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કડક નીતિનો એક ભાગ છે.પેન્ટાગોન અનુસાર, અમેરિકી સૈન્ય દળોએ કેરેબિયન સમુદ્રથી પીછો કર્યા બાદ હિંદ મહાસાગરમાં આ પ્રતિબંધિત ટેન્કરને પકડ્યું છે. ગયા મહિને કારાકસમાં સૈન્ય દરોડામાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ, વોશિંગ્ટને તે જહાજો પર નાકાબંધી અને કડકાઈ વધારી દીધી છે. જે પ્રતિબંધો હેઠળ વેનેઝુએલાથી તેલની હેરફેર કરી રહ્યા છે.

અમેરિકી સંરક્ષણ વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે, સુરક્ષા દળોએ રાતોરાત ‘બર્થા’ જહાજ પર ચઢાઈ કરી હતી. આ જહાજ કુક આઇલેન્ડ્‌સના ધ્વજ હેઠળ ચાલતું હતું અને શાંઘાઈ લિજેન્ડરી શિપ મેનેજમેન્ટ કંપની લિમિટેડ સાથે જોડાયેલું છે.

તે જાન્યુઆરી ૨૦૨૦ માં લાદવામાં આવેલા પ્રતિબંધોના દાયરામાં આવે છે.વેનેઝુએલાની સરકારી કંપની પીડીવીએસએના રિપોર્ટ મુજબ, આ જહાજ લગભગ ૧૯ લાખ બેરલ ‘મેરેય’ ભારે અશુદ્ધ તેલ ચીન લઈ જઈ રહ્યું હતું.પેન્ટાગોને વધુમાં જણાવ્યું હતું કે, કુલ ત્રણ જહાજો ભાગી રહ્યા હતા અને હવે ત્રણેયને પકડી લેવામાં આવ્યા છે.

‘બર્થા’ જાન્યુઆરીની શરૂઆતમાં વેનેઝુએલાના દરિયાકાંઠેથી રવાના થયું હતું અને તે તેવા કાફલાનો ભાગ હતું જેને અમેરિકાએ લગભગ સંપૂર્ણપણે જપ્ત કરી લીધો છે.મરીનટ્રાફિકના ડેટા મુજબ, જહાજનું અંતિમ લોકેશન ૨૪ ફેબ્›આરીએ માલદીવના તટ પાસે હિંદ મહાસાગરમાં નોંધાયું હતું.

પેન્ટાગોને લખ્યું કે ઇન્ડો-પેસિફિક કમાન્ડ એ કોઈ પણ મોટી ઘટના વિના આ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ જહાજ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કેરેબિયન સમુદ્રમાં પ્રતિબંધિત જહાજો માટે સ્થાપિત ક્વોરેન્ટાઇનના નિયમોનું ઉલ્લંઘન કરીને બચવાનો પ્રયાસ કરી રહ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.