અક્ષયના ‘ભૂતબંગલા’ અવતારે ભૂલ ભૂલૈયાની યાદ અપાવી
મુંબઈ, અક્ષય કુમાર અને પ્રિયદર્શન ૧૬ વર્ષ પછી ‘ભૂત બંગલા’માં સાથે કામ કરી રહ્યા છે. એટલે તેમની ફિલ્મ વિશે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે, દર્શકોમાં પણ આ ફિલ્મ માટે ઘણી ઉત્સુકતા છે.
ત્યારે હવે આ ફિલ્મનું અક્ષય કુમારનું મોશન પોસ્ટર લોંચ કરવામાં આવ્યું છે. જોકે, દર્શકોને આ પોસ્ટરમાં મજા આવવાની કે ઉત્સુકતાને બદલે તેમને આ પોસ્ટર જોઇને ભુલભુલૈયાની યાદ આવી ગઈ છે.
મંગળવારે અક્ષય કુમારે ભૂત બંગલાનું મોશન પોસ્ટર શેર કર્યું હતું, જેમાં તે એક સિંહાસન પર બેસેલો છે, તેણે ધોતી પહેરી છે, હાથમાં રુદ્રાક્ષની માળા છે અને બીજો હાથ સિંહાસનના હાથા પર છે, સાથે તેણે ચશ્મા પહેર્યા છે, જેનાથી તેનો સ્વેગ દેખાય છે. તેના સિંહાસન પર રાક્ષસી ચહેરાઓ કોતરેલા છે, જે પોસ્ટર સાથે લાંબા રાક્ષસી દાંતવાળાં મોં ખોલે છે અને બંધ કરે છે.
આ પોસ્ટર શેર કરતા અક્ષયે કૅપ્શનમાં લખ્યું હતું, “દસ કો દેંગે દસ્તક, ઇન્તઝાર કરો તબ તક. મજા શરુ થવા દઈએ! ૧૦ એપ્રિલ ૨૦૨૬એ ભૂત બંગલા સિનેમાઘરોમાં”આ પોસ્ટર લોંચ થતાં જ અક્ષય કુમારના ફૅન્સની કમેન્ટ્સ અને પ્રસિતાદ આવવાના શરૂ થઈ ગયા છે. એક કમેન્ટમાં લખ્યું હતું, “આ અમીરોની ભૂલભુલૈયા લાગે છે.” તો બીજાએ લખ્યું, “ભૂલ ભુલૈયા ઉકેલાઈ ગઈ લાગે છે.” તો વધુ એક વ્યક્તિએ લખ્યું, “આ પોસ્ટર જોઈને ભૂલ ભુલૈયા કેમ યાદ આવે છે.”
તો કોઈએ કહ્યું, “ખરી ભૂલ ભુલૈયા ૨.” તો એક વ્યક્તિએ તો એમ પણ લખ્યું, “અક્ષય કુમાર ફરી એક વખત તેના ધ ઓજી પ્રિયદર્શન સાથે ફરી એક વખત જોવા મળશે. મને ફરી ૨૦૦૦ના સમયમાં લઈ ગયું, જ્યારે આ જોડીએ એક પછી એક સફળ ફિલ્મો આપી હતી.”પ્રિયદર્શનની ભૂત બંગલાને અક્ષય પ્રોડ્યુસ કરી રહ્યો છે, તેની સાથે એકતા કપૂર અને શોભા કપૂર પણ જોડાયા છે.
તેમાં અક્ષય લીડ રોલમાં છે અને તેની સાથે પરેશ રાવલ, વામિકા ગબ્બી, તબ્બુ અને રાજપાલ યાદવ મહત્વના રોલમાં જોવા મળશે.આ પરાંત અક્ષય અને પ્રિયદર્શનની હૈવાનનું કામ પણ ચાલુ છે, જેમાં તેની સાથે સૈફ અલી ખાન પણ છે, આ ઉપરાંત તેઓ પરેશ રાવલ અને સુનિલ શેટ્ટી સાથે હેરાફેરી ૩ પર પણ કામ કરી રહ્યા છે, આમ આ જોડી મોટા પડદે એક પછી એક ફિલ્મ સાથે આવશે.SS1MS
