ઇમરાન ‘ધુરંધર ૨’માં ‘બડે સાહબ’ તરીકે જોવા મળશે
મુંબઈ, જ્યારથી ધુરંધર રિલીઝ થઈ ત્યારથી સૌથી મોટું રહસ્ય હવે બહાર આવ્યું છે. ‘ધુરંધર’ની ઝડપી અને રોમાંચક વાર્તા દરમિયાન રહસ્યમય ‘બડે સાહબ’નો ઉલ્લેખ થતો હતો — તે ગુનાહિત સામ્રાજ્યને નિયંત્રિત કરનાર કિંગપિનનું પાત્ર છે. ત્યારથી આ બડે સાહબ કોણ છે, તે અંગે ચર્ચાઓ થતી હતી. હવે જાણવા મળ્યું છે કે આ ગેંગલોર્ડની ઓળખ ‘ધુરંધર ૨’માં ખુલાસા સાથે સામે આવશે. તે બીજું કોઈ નહીં પરંતુ દાઉદ ઇબ્રાહિમ છે — આ ભૂમિકા ઇમરાન હાશમી નિભાવશે એવા અહેવાલો છે.
રસપ્રદ વાત એ છે કે દાઉદનું આ પહેલું ઓન-સ્ક્રીન પુર્ફાેર્મન્સ નથી. કંપનીમાં ફિલ્મમાં અજય દેવગન દાઉદના રોલમાં જોવા મળ્યો હતો. તો ડી-ડેમાં ઋષિ કપૂરે દાઉદનો રોલ કર્યાે હતો અને વન્સ અપઓન ટાઇમ મુંબઇમાં ઇમરાન હાશમી દાઉદના રોલમાં જોવા મળ્યો હતો.આ રીતે, ગેંગસ્ટર તરીકે હાશમીનો આ બીજી વારનો અભિનય રહેશે. આ રોલમાં તે કેવો અલગ પ્રકારનો દાઉદ બનશે, તે જોવાનું રસપ્રદ રહેશે.SS1MS
