Western Times News

Gujarati News

બંધારણીય કચેરીમાં હોદ્દા ધરાવનારા કોઈ સમાજનું અપમાન કરી શકે નહીંઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, બંધારણીય કચેરીમાં ઉચ્ચ જાહેર હોદ્દા સંભાળનાર વ્યક્તિઓ રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતામાં મહત્ત્વના પરિબળ છે અને તેથી તેઓ ધર્મ, ભાષા, જ્ઞાતિ કે પ્રાંતના આધારે કોઈ ચોક્કસ સમાજનું અપમાન કરી શકે નહીં.

પોતાની સ્પીચ, મીમ્સ, કાર્ટૂન અથવા વિઝ્યુઅલ આર્ટના માધ્યમથી એક્ટરને પણ કોઈ સમાજને ખરાબ ચીતરવાનો કે તેની હાંસી ઉડાવવાનો અધિકાર મળતો નથી.નેટફ્લિક્સ પર રિલીઝ થનારી ક્રાઈમ થ્રિલર ‘ઘૂસખોર પંડત’ને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે ૩૯ પેજના હુકમમાં નોંધ્યુ હતું કે, બંધારણ અન્વયે કોઈ પણ એક્ટરને ચોક્કસ સમાજની ટીકા કરવાની છૂટ મળતી નથી. ધર્મ, ભાષા, જ્ઞાતિ કે પ્રાંતના આધારે કોઈ સમાજને ટાર્ગેટ બનાવવાનું કૃત્ય બંધારણીય રીતે અસ્વીકૃત છે.

ખાસ કરીને બંધારણીય કચેરીમાં ઉચ્ચ હોદ્દા ધરાવતા જાહેર જીવનના લોકોએ વધારે સાચવવું જોઈએ, કારણ કે તેમણે બંધારણનું પાલન કરવાના સોગંદ લીધેલા છે.જસ્ટિસ નાગરત્ન અને જસ્ટિસ ભુયાનની બેન્ચે નીરજ પાંડે દ્વારા થયેલા સોગંદનામાને ધ્યાને રાખી ૧૯ માર્ચે ફિલ્મ સામે થયેલી અરજીનો નિકાલ કર્યાે હતો.

આ સાથે કોર્ટે વિશ્વાસ વ્યક્ત કર્યાે હતો કે, નીરજ પાંડે તમામ રીતે વિવાદ નહીં થાય તેનું ધ્યાન રાખશે. બંધારણના આમુખમાં ભારતના દરેક નાગરિકને ગરિમાયુક્ત જીવનની ખાતરી આપવામાં આવી છે જેનાથી દેશની એકતા અને અખંડિતતાને પણ સમર્થન મળે છે.

જ્ઞાતિ, ધર્મ કે ભાષાના ભેદભાવ વગર દરેક ભારતીય નાગરિકોમાં ભાઈચારાની લાગણીને બળ મળે તે સુનિશ્ચિત કરવાની ફરજ બંધારણીય ધર્મ છે અને દરેકે તેનું પાલન કરવું જોઈએ. વધુમાં જસ્ટિસ ભુયાને સ્પષ્ટ કર્યુ હતું કે, વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને બંધારણની કલમ ૧૯ (૧)(એ) હેઠળ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે અને તે દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. જો કે આ અધિકારને અનિયંત્રિત રીતે ભોગવવા સામે કલમ ૧૯ (૨)માં કેટલીક જોગવાઈ કરાઈ છે.

જેમાં સ્પષ્ટ કરાયું છે કે, અભિવ્યક્તિ કાલ્પનિક અને દમનકારી હોવી જોઈએ નહીં. જો કે કલમ ૧૯(૨)ના કારણે કલમ ૧૯(૧) હેઠળ મળેલા વાણી સ્વતંત્રતાના અધિકારનો ભંગ થવો જોઈએ નહીં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.