Western Times News

Gujarati News

રશ્મિકા મંદાનાએ હલ્દી સેરેમનીની પહેલી ઝલક શેર કરી

ઉદયપુર, તેલુગુ સ્ટાર વિજય દેવરાકોંડાએ અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે તેમના લગ્ન પહેલા હલ્દી સમારોહની ઝલક શેર કરી હતી. આ યુગલ ઉદયપુરની બહાર એક લક્ઝરી હોટલમાં લગ્ન કરશે અને લગ્ન પહેલાની ઉજવણી બે દિવસ ચાલી હતી.વિજયે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝના માધ્યમથી ચાહકોને હલ્દીના અદ્ભુત સેટઅપની ઝલક આપી હતી.

વિઝ્યુઅલ્સમાં એક ગોળાકાર બહારની જગ્યા દેખાતી હતી. જ્યાં દુલ્હા-દુલ્હન માટે વચ્ચે લાકડાના નાના બે સ્ટૂલ રાખવામાં આવ્યા હતા. આ જગ્યાની આસપાસ પીળા અને નારંગી ગલગોટાના ફૂલની પાંખડીઓ ભરેલી ટોપલીઓ હતી.બીજી એક સ્ટોરીમાં અભિનેતાએ પર્સનલાઇઝ્ડ ફૂલના આકારના નામના પ્લેકાડર્સનો ક્લોઝ-અપ શેર કર્યાે હતો.

જેમાં એક પર રુશી લખેલું હતું-જે રશ્મિકાનું નિકનેમ છે અને બીજા પર વિજય લખેલું હતું. જેને તાજા લિલી, ગુલાબ અને ગલગોટાના ફૂલો વચ્ચે મૂકવામાં આવ્યા હતા.આ સેલિબ્રિટી યુગલના લગ્ન સમારંભ માટે પરિવારના સભ્યો અને નજીકના મહેમાનો હોટલ પહોંચી ગયા છે. બંને કલાકારો સોમવારે ઉદયપુર પહોંચ્યા હતા.

હોટેલ વેન્યુ અને તેની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. લગ્ન સમારોહ દરમિયાન સુરક્ષાની ખાતરી કરવા માટ પ્રાઇવેટ બાઉન્સર અને પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે.

મંગળવારે વિજય અને રશ્મિકાએ હોટેલમાં મિત્રો સાથે ક્રિકેટ મેચ રમતી તસ્વીરો શેર કરી હતી. જેને તેમણે ‘વિરોશ પ્રીમિયર લીગ’ નામ આપ્યું હતું. રશ્મિકાએ લગ્ન પહેલા ભોજન વ્યવસ્થાનો એક ફોટો પણ શેર કર્યાે હતો. જેમાં ડિનર ટેબલ ગુલાબી ટ્યૂલિપ્સ અને સફેદ ફૂલોથી શણગારેલું જોવા મળ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.