Western Times News

Gujarati News

સાણંદના આ પ્લાન્ટમાં બનશે કોમ્પ્યુટરની SSD અને રેમ પ્રકારના સ્ટોરેજ અને મેમરી ઉપકરણો

સાણંદમાં માઇક્રોનનો મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ AI ટેક્નોલોજીના ભવિષ્યને સશક્ત બનાવશે

2000 લોકોની ટીમ કાર્યરતઆગામી સમયમાં 5 હજાર  લોકોને સીધી રોજગારી મળશેદિવ્યાંગ નાગરિકો માટે પણ નોકરીની તકો ઉપલબ્ધ

અમદાવાદ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ભગીરથ પ્રયાસોથી ભારત હવે નેશનલ સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રમાં પણ ડંકો વગાડવા તૈયાર છે. આગામી 28 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાતના સાણંદ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન ATMP (એસેમ્બલીટેસ્ટિંગમાર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા ₹22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં માઇક્રોનની ATMP સુવિધાના શરૂ થવાથીભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિનો શુભારંભ થશે.

માઇક્રોનના સાણંદ પ્લાન્ટમાં 2000 લોકોની ટીમ કાર્યરતદિવ્યાંગ નાગરિકો માટે પણ તક

સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં નેતૃત્વની ભૂમિકામાં છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સઘન પ્રયાસોથી સાણંદમાં માઇક્રોનનો પ્લાન્ટ નિર્ધારિત સમયસીમામાં કાર્યરત થવા જઇ રહ્યો છે. આ પ્લાન્ટ એક ATMP (એસેમ્બલીટેસ્ટિંગમાર્કિંગ અને પેકેજિંગ) સુવિધા છે જેમાં SSD (સોલિડ સ્ટેટ ડ્રાઇવ-હાર્ડ ડિસ્ક ડ્રાઇવ પ્રકારનું સ્ટોરેજ માટેનું આધુનિક ઉપકરણ) અને રેમ પ્રકારના DRAM અને NAND ઉત્પાદનો તૈયાર કરવામાં આવશે.

સાણંદ પ્લાન્ટમાં અત્યારે 2000 લોકોની ટીમ કાર્યરત છેજેમાં આગામી સમયમાં 5 હજાર લોકોને સીધી રોજગારીની તકો ઉપલબ્ધ બનશે. માઇક્રોન ટીમ દ્વારા જણાવ્યા અનુસાર અહીં દિવ્યાંગ નાગરિકો પણ ઓપરેટર અને ટેક્નિશિયન તરીકે કામ કરે છે અને કૌશલ્યથી સજ્જ તમામ પ્રકારના નાગરિકો માટે નોકરીની તકો ઉપલબ્ધ છે.

સાણંદ પ્લાન્ટમા બનતા ઉત્પાદનો AI ટેક્નોલોજી માટે જરૂરી

માઇક્રોન ટેક્નોલોજીના પ્રમુખ અને સીઇઓસંજય મેહરોત્રાએ જણાવ્યું હતું કે આજની ટેકનોલોજીમાંખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાંમેમરી અને સ્ટોરેજ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે જણાવ્યું કે મજબૂત મેમરી અને સ્ટોરેજ સપોર્ટ વિના AI પ્રણાલીઓ યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી. જેમ જેમ AI વધુ ઝડપી અને રિઅલ-ટાઇમ પ્રતિભાવો આપવાનું શરૂ કરે છેતેમ તેને વધારે અને વધુ અદ્યતન મેમરીની જરૂરિયાત પડે છે.

ATMP પ્લાન્ટમાં કેવી રીતે કાર્ય થાય છે?

ATMP પ્લાન્ટની કામગીરી વેફર ચીપ્સથી શરૂ થાય છે. સૌથી પહેલા આપણે એ સમજીએ કે ATMP સુવિધા સુધી પહોંચ્યા પહેલા આ ચીપ્સ કેવી રીતે બને છે. સેમિકન્ડક્ટર ચીપ બનાવવાની પ્રક્રિયા રેતીથી (Sand) શરૂ થાય છે. સૌથી પહેલા રેતીમાંથી પ્યૉર સિલિકોનને અલગ કરવામાં આવે છે. આ સિલિકોનને ઓગાળીને તેનું સિલિન્ડર બનાવવામાં આવે છે જેને ઇનગોટ કહેવામાં આવે છે. આ સિલિન્ડરને કાપીને તેમાંથી બારીક પ્લેટ્સ બનાવવામાં આવે છેજેને વેફર્સ કહેવાય છે.

ત્યારબાદ ફેબ્રિકેશન પ્લાન્ટમાં આ વેફર્સ પર ઇલેક્ટ્રિક પેટર્ન પ્રિન્ટ કરવામાં આવે છે અને ઘણા આવરણો (લેયર્સ) તેના પર ચડાવવામાં આવે છે. આ આવરણોને ફોટોલિથોગ્રાફી દ્વારા યોગ્ય રીતે ગોઠવવાથી વેફર્સ પર ટ્રાન્ઝિસ્ટર્સ બને છે. તેના દ્વારા વેફર્સ પર મેમરી બને છે અને આ વેફર્સમાં મેમરી ચીપ ગોઠવાઇ જાય છે. ત્યારબાદ વેફર્સના નાના ચોરસ ટુકડા કરવામાં આવે છે જેને ચીપ કહેવાય છે.

આ ચીપ ત્યારબાદ ATMP પ્લાન્ટમાં પહોંચે છે. અહીં પહેલા તેની એસેમ્બલી કરવામાં આવે છે.ત્યારબાદ ટેસ્ટિંગના તબક્કામાં તેની સ્પીડમેમરી અને કામગીરીનું સંપૂર્ણ ટેસ્ટિંગ કરવામાં આવે છે. ત્યારબાદ તેનું વિગતવાર માર્કિંગ કરીને છેલ્લે પેકેજિંગ કરવામાં આવે છેજેથી એ માર્કેટમાં પહોંચી શકે. સાણંદ પ્લાન્ટમાં સમગ્ર વિશ્વભરના માર્કેટને અનુરૂપ ઇન્ટિગ્રેટેડ સર્કિટ પેકેજમોડ્યુલ અને સોલિડ સ્ટેટ ડ્રાઇવ્સનું નિર્માણ કરવામાં આવશે.

તેના માટે માઇક્રોનની વૈશ્વિક ફેક્ટરીઓમાં નિર્મિત અદ્યતન DRAM અને NAND વેફર્સ મેળવીને તેમને ફાઇનલ મેમરી ઉત્પાદનોમાં પરિવર્તિત કરવામાં આવશે. આ ઉત્પાદનો AI ક્ષેત્રમાં મેમરી અને સ્ટોરેજની વધી રહેલી માંગને પૂરી પાડવામાં મદદરૂપ બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.