Western Times News

Gujarati News

અનિલ સ્ટાર્ચ ગ્રુપનું કરોડોનું હવાલા રેકેટઃ ઈડીએ પ્રમોટર્સ સહીત ૮ સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવી

(એજન્સી)અમદાવાદ, અનીલ સ્ટાર્ચ લીમીટેડ અને તેની પેટા કંપનીઓ દ્વારા આચરવામાં આવેલા કરોડો રૂપિયાની બેંક ઠગાઈ અને હવાલા રેકેટ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેકટરોરીટ ઈડી એ આક્રમક વલણ અપનાવ્યું છે.

ઈડીએ આ કૌભાંડમાં મેસર્સ અનીલ ન્યુટીએન્ટસ લી. મેસર્સ અનીલ લી.અને તેના મુખ્ય પ્રમોટર અમોલ શ્રીપાલ શેઠ સહીત કુલ ૮ પક્ષકારો સામે અમદાવાદના ગ્રામ્ય કોર્ટમાં સ્પેશીયલ ફરીયાદ દાખલ કરી છે. કોટે આ મામલે ગંભીર નોધ લઈ તમામ આરોપીઓને આગામી રપમી માર્ચે કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે.

આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે, મેસર્સ અનીલ ન્યુટ્રીશસ્ટેન લીમીટેડ અને તેના સંચાલકોએ બેક ઓફ ઈન્ડીયા બીઓએ સાથે રૂ.૪૭.૮૮ કરોડની કથીત છેતરપીડી આચરી હોવાની ફરીયાદ સીબીઆઈની સ્પેશીયલ ક્રાઈમ બ્રશાન્ચે નોધી હતી. સીબીઆઈની આ ઈડીએ આધારેઈડીએ મની લોન્ડરીગના પાસા તપાસતા મોટું હવાલા રેકેટ અને ફંડ ડાયવર્ઝન હોવાનું બહાર આવ્યું હતું.

તપાસ દરમ્યાન ઈડીએ પ્રીવેન્શન ઓફ મની લોન્ડરીગ એકટ પીએમએલએ હેઠળ કાર્યવાહી કરીને અનીલ ન્યુટ્રીએન્ટસ અને તેની સો જોડાયેલા લોકોની રૂ.પ.૩૯ કરોડની સ્થાવર મિલકતો અને જમીનના દસ્તાવેજોના જપ્ત કર્યા હતા.

તપાસમાં એવું પણ ખુલ્યું હતું. કે કંપનીના પ્રમોટર્સે બેકમાંથી લીધેલી લોન જે હેતુ માટે હતી તેના બદલે અન્ય જગ્યાએ વાપરીને બેકને આર્થિક નુકશાન પહોચાડયું હતું. આરોપીઓએ બેક ઓફ ઈન્ડીયા સાથે રૂ.૪૭.૮૮ કરોડની છેતરપીડી કરી હતી. આ બાબતે અત્યાર સુધીમાં રૂ.પ.૩૯ કરોડની સંપતિ જપ્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.