Western Times News

Gujarati News

વિમાનમાં જોખમી માલ-સામાન લઇ જવા અંગેના નવા કડક નિયમો જાહેર

નવી દિલ્હી, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાનોમાં જોખમી માલ-સામાન લઈ જવા સંબંધિત સુધારેલા નિયમોને જાહેર કર્યા છે. નવા નિયમો હેઠળ હવે પ્રમાણપત્ર આધારિત અને ચોક્કસ જવાબદારી ઉઠાવતી વ્યવસ્થા અમલમાં આવશે, જેથી આવા માલના સંચાલન અને પરિવહનમાં વધુ પારદર્શિતા અને કડકાઈ સુનિશ્ચિત થાય.

નવી વ્યવસ્થા અંતર્ગત જાહેર નહી કરાયેલાં અથવા ખોટી રીતે જાહેર કરાયેલા જોખમી માલ-સામાન અંગે વિગતવાર રિપો‹ટગ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. નિયમોમાં વધુ કડક રિપો‹ટગ માળખું ઊભું કરવામાં આવ્યું છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન જોખમી માલ-સામાનના સંચાલનમાં થયેલી બેદરકારી અથવા ખામી અંગે તપાસ કરવાની સત્તા આપવામાં આવી છે.

‘એરક્રાફ્ટ (કેરેજ આૅફ ડેન્જરસ ગુડ્‌સ) રૂલ્સ, ૨૦૨૬’ ૧૭ ફેબ્›આરીએ તમામ પક્ષકારોની સાથેની ચર્ચા બાદ જાહેર કરવામાં આવ્યા હતા. જોખમી માલ-સામાનમાં એવા પદાર્થાે અથવા વસ્તુઓનો સમાવેશ થાય છે, જે માનવ આરોગ્ય, સલામતી, સંપત્તિ અથવા પર્યાવરણ માટે જોખમ ઉભું કરી શકે છે.

ઉડ્ડયન ઉદ્યોગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ૨૦૦૩ના નિયમો અગાઉના એરક્રાફ્ટ અધિનિયમ હેઠળ બનાવવામાં આવ્યા હતા અને મુખ્યત્વે ઇન્ટરનેશનલ સિવિલ એવિયેશન ઓર્ગેનાઇઝેશનના ધારા-ધોરણો અનુસાર ઓપરેશનલ પાલન પર આધારિત હતાં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.