Western Times News

Gujarati News

નૂરખાન એરબેઝ પર હુમલો: પાકિસ્તાનના ૩૫ જવાનોનાં મોત

કાબુલ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર છેલ્લા ચાર દિવસથી સતત હવાઈ હુમલા અને ગોળીબાર ચાલુ છે. આની વચ્ચે તાલિબાન સરકારનો દાવો છે કે તેણે પાકિસ્તાનના અત્યંત સંવેદનશીલ એવા રાવલપિંડી સ્થિત નૂર ખાન એરબેઝ પર હુમલો કર્યાે છે અને પાક.ના ૩૫ જવાનોને મારી નાખ્યા છે.

તાલિબાનના એક મંત્રીએ દાવો કર્યાે છે કે તેમના લડાયકો ડ્યુરન્ડ લાઇન ઓળંગીને પાકિસ્તાની સરહદમાં પ્રવેશી ચૂક્યા છે. તાલિબાનના જણાવ્યા અનુસાર, ક્વેટા અને ખૈબર પખ્તુનખ્વાના સૈન્ય સ્થળો પર પણ હુમલા કરવામાં આવ્યા છે. આ હવાઈ હુમલાઓમાં ૩૫ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાનો અને બે ડ્રોન તોડી પાડ્યા હોવાનો તાલિબાનનો દાવો છે.

આ કાર્યવાહી પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાના જવાબમાં કરવામાં આવી છે.અફઘાન સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, રાવલપિંડીના નૂર ખાન એરબેઝ ઉપરાંત બલૂચિસ્તાનના ક્વેટામાં ૧૨મી ડિવિઝનના હેડક્વાર્ટર અને ખૈબર પખ્તુનખ્વાની મોહમંદ એજન્સીમાં ખ્વાજાઈ કેમ્પ પર બોમ્બમારો કરવામાં આવ્યો છે. તાલિબાનના જણાવ્યા મુજબ, પાકિસ્તાનના અન્ય મહત્વના સૈન્ય કમાન્ડ સેન્ટરોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

આ ઓપરેશન પાકિસ્તાની સેના દ્વારા તાજેતરમાં કાબુલ અને બગ્રામ એરબેઝ પર કરવામાં આવેલા હુમલાનો બદલો છે. તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન ફરીથી અફઘાન હવાઈ સીમાનું ઉલ્લંઘન કરશે, તો તેને વધુ કડક જવાબ મળશે. બીજી તરફ, પાકિસ્તાન સરકારે દાવો કર્યાે છે કે અત્યાર સુધીમાં ૪૦૦થી વધુ અફઘાન લડાયકો માર્યા ગયા છે અને સેંકડો ઘાયલ થયા છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આ સંઘર્ષ ૨૨ ફેબ્›આરીએ શરૂ થયો હતો, જ્યારે પાકિસ્તાને અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં એરસ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાનના નાયબ ગૃહમંત્રી તલાલ ચૌધરીએ દાવો કર્યાે હતો કે ટીટીપીના ઠેકાણાઓ પર કરાયેલી કાર્યવાહીમાં ઓછામાં ઓછા ૭૦ લડવૈયા માર્યા ગયા હતા. જેના જવાબમાં અફઘાનિસ્તાને ૨૭ ફેબ્›આરીથી પાકિસ્તાન પર હુમલા શરૂ કર્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.