Western Times News

Gujarati News

ખામેનેઈના મોત અંગે મોદી સરકારના મૌન પર સોનિયા ગાંધીનો પ્રહાર

નવી દિલ્હી, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઈરાનના સર્વાેચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈની ટાર્ગેટેડ હત્યાના મામલે મોદી સરકારની ચુપકીદી સામે આકરા પ્રહારો કર્યા છે.

એક અખબારમાં લખેલા લેખમાં સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, સરકારનું આ મૌન કોઈ તટસ્થતા નથી, પરંતુ જવાબદારીમાંથી પીછેહઠ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ ઘટનાથી ભારતની વિદેશ નીતિની દિશા અને વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સોનિયા ગાંધીએ આ મામલે સંસદમાં તાત્કાલિક ચર્ચા કરવાની પણ માંગ કરી છે.

સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે ભારત સરકારે ન તો આ હત્યાની નિંદા કરી છે અને ન તો ઈરાનની સંપ્રભુતાના ઉલ્લંઘન પર કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે. તેમણે નોંધ્યું કે અમેરિકન પ્રમુખ અને ઈઝરાયલ દ્વારા કરાયેલા આ હુમલાઓ બાદ પીએમ મોદીએ શરૂઆતમાં માત્ર ઈરાન દ્વારા યુએઈ પર કરવામાં આવેલી જવાબી કાર્યવાહીની જ ટીકા કરી હતી.

સોનિયા ગાંધીના મતે, કોઈ પણ ઔપચારિક યુદ્ધની જાહેરાત વિના કોઈ રાષ્ટ્રાધ્યક્ષની હત્યા કરવી એ સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું ઉલ્લંઘન છે અને જો ભારત જેવો લોકશાહી દેશ આના પર વાંધો ન ઉઠાવે તો આંતરરાષ્ટ્રીય ધોરણો જોખમાશે.

લેખમાં વધુમાં જણાવાયું છે કે આ હત્યાના માત્ર ૪૮ કલાક પહેલા જ વડાપ્રધાન મોદી ઈઝરાયલના પ્રવાસેથી પરત ફર્યા હતા, જ્યાં તેમણે નેતન્યાહૂ સરકાર પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. સોનિયા ગાંધીએ આ વલણને ચિંતાજનક ગણાવતા કહ્યું કે જ્યારે બ્રિક્સ(મ્ઇૈંઝ્રજી)ના અન્ય ભાગીદાર દેશો આ મુદ્દે અંતર જાળવી રહ્યા છે, ત્યારે ભારતનું આ વલણ વિશ્વમાં ખોટો સંકેત આપી રહ્યું છે. તેમણે આ ઘટનાને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એક ગંભીર ભંગાણ ગણાવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.