Western Times News

Gujarati News

શેરબજારમાં ઊંચા પ્રોફિટની લાલચે યુવકે રૂ. ૮૭ લાખ ગુમાવ્યા

રાજકોટ, શેરબજારમાં ઉંચા પ્રોફીટની લાલચ આપી ડેનીશ નારણભાઇ ડોબરીયા (ઉ.વ. ૩૦, રહે. પવિત્રમ વિંગ-એફ, મવડી) સાથે રૂ. ૮૭.૨૦ લાખની ઓનલાઇન ઠગાઇ થયાની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. આ જ રીતે અગાઉ અનેક લોકો સાથે ઠગાઇ થઇ ચુકી છે. આમ છતાં વધુને વધુ લોકો ભોગ બની રહ્યા છે.

ફરિયાદમાં ડેનીશે જણાવ્યું છે કે તેને રાધેક્રિષ્ના સ્ટીલ અને રૂષિકેશ સ્ટીલ નામની પેઢી છે. જ્યાં ફેબ્રીકેશનને લગતુ લોખંડ અને ગેલ્વેનાઇઝીંગ પાઇપનો ધંધો કરે છે. ગઇ તા.૫ના રોજ વ્હોટસેપમાં તેને એક શેરબજારનાં ગુÙપમાં એડ કરવામાં આવ્યો હતો. જેનાં એડમીન તરીકે રાહુલ શર્મા નામ બતાવતું હતું.

આ ગુÙપમાં જુદા-જુદા સભ્યો ટ્રેડિંગ અને પ્રોફીટનાં ફોટા મુકતા હતા. એક દિવસ તેને રાહુલ શર્માએ કોલ કરી પોતે જાણીતી શેરબજારની કંપનીમાં પંદર વર્ષથી કામ કરતો હોવાનું કહ્યું હતું. સાથોસાથ કહ્યું કે તેનો ધ્યેય રોકાણકારોને સેવા આપી સ્ટોક બુક પ્રકાશીત કરવાનો છે. આ રીતે પોતાની લોકપ્રિયતા વધારવા માગે છે.

આ જ કારણથી ગુÙપ બનાવ્યું છે. અમેરિકામાં પણ એક ગુÙપ ચલાવે છે. જેમાં પણ શેરની લે-વેચ કરે છે. વર્ષ દરમિયાન ૫૦૦ ટકાનો પ્રોફીટ થાય છે. આ રીતે તેની વાતમાં આવી જતાં તેણે મોકલેલું ફોર્મ ભર્યું હતું. એટલું જ નહીં તેના કહ્યા મુજબ એક એપ પણ ડાઉનલોડ કરી હતી. જેમાં પોતાનું એકાઉન્ટ ખોલ્યું હતું.

રાહુલ શર્માએ તેને અલગ-અલગ બેંક ખાતાની માહિતી આપતા તેમાં રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યાર પછી તેને તે ગુÙપમાંથી માહિતી લીક થાય છે તેમ કહીં બીજા ગુÙપમાં સામેલ કર્યાે હતો. જેમાં પણ તેણે પૈસા જમા કરાવ્યા હતા. એપમાં તેના વર્ચ્યુઅલ વોલેટમાં રૂ. ૧.૫૩ કરોડ જમા દેખાડતા હતા. જે રકમ ઉપાડવા માટે બીજી રકમ ભરવાનુ કહેવાયું હતું. જેથી તેણે તેમ પણ કર્યું હતું.

આ રીતે કુલ રૂ. ૮૭ લાખ જમા કરાવ્યા હતા. તેણે એલોટ થયેલા શેર વેંચી વિડ્રોલની રિક્વેસ્ટ નાખતા એપમાં રૂ. ૮૯.૯૪ લાખ ભરવાનું બતાવાતું હતું. જેથી શંકા જતા રકમ ભરી ન હતી. ઠગાઇ થયાનું સ્પષ્ટ થતા સાયબર ક્રાઇમનાં હેલ્પલાઇન નંબર ઉપર કોલ કર્યાે હતો. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે જુદા-જુદા જે બેંક ખાતાઓમાં રકમ જમા કરાવી હતી તેના ધારકો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.