Western Times News

Gujarati News

ગુજરાત કોલેજમાં નંબર પ્લેટ વગરની ગાડીઓ સાથે આવીને ખરાબ અભદ્ર વર્તુણક કરતાં નબીરાઓ

અમારી ગુજરાત કોલેજ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છેઃ ર વિદ્યાર્થીએ ખોટી રીતે એફિડેવિટ કરીને પ્રવેશ લીધાનો પણ આચાર્યનો આક્ષેપ

(એજન્સી)અમદાવાદ, ગુજરાત આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજ અસામાજીક તત્વોનો અડ્ડો બની ગયો હોવાનો દાવો કોલેજના પ્રિન્સીપાલે કર્યો છે. તેમણે આર્ટસ વિભાગના ર વિધાર્થી કોલેજની બહાર બેસીને વિધાર્થીનીઓ, પ્રિન્સપાલ તેમજ શૈક્ષણીક સ્ટાફ સાથે ખરાબ વર્તુણુક કરતા હોવાનો આક્ષેપ કરતાં વિવાદ સર્જાયો છે.

પ્રિન્સીપાલે કોલેજના બે વિધાર્થીઓએ અગાઉ કયારેય પ્રવેશ ન લીધો હોવાનો ખોટો દાવો કરીને ખોટી રીતે એફીડેવીટ કરીને પ્રવેશ લીધાનો આક્ષેપ કરતાં પ્રત્યાઘાતો પડયા છે. આ અંગે પોલીસ વિભાગમાં એકથી વધુ વાર અરજી કરી હોવાનો દાવો કર્યો છે.

તેમના દાવા પ્રમાણે ર૦ર૧માં ધોરણ ૧ર પાસ કર્યા પછીથી આ વિધાર્થીઓને કોઈ પણ સંસ્થા કે યુનિવસીટીમાં અભ્યાસ ન કર્યો હોવાનો એફીડેવીટ કરી છે. જોકે વિધાર્થીની તપાસ કરતા આ વિધાર્થીઓ અગાઉ ગુજરાત યુનિવસીટીમાં જ અભ્યાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે. થોડા દિવસ પહેલા કોલેજમાં દારૂની બોટલો પણ મળી હતી.

કોલેજ-બિલ્ડીગ બહાર બેસીને અભદ્ર વર્તન કરે છે-કોલેજમાં પ્રથમ અને અંતીમ વર્ષ આર્ટસ વિદ્યાશાખામાં ભણતા વિધાર્થીઓ કોલેજમાં નંબર પ્લેટ વગરની ગાડીઓ સાથે આવીને બિલ્ડીગની બહાર ઝાડ નીચે બેસીને અત્યંત ખરાબ અભદ્ર વર્તુણક કરે છે. અમારી કોલેજ અસામાજીક તત્વોનો અડ્ડો બની ગઈ હોય તેવી સ્થિતી સર્જાઈ છે. જેના કારણે કોલેજમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.