Western Times News

Gujarati News

અમે કોઈ પણ સંજોગોમાં યુદ્ધમાં ભાગ નહીં લઈએ: સ્પેનના વડાપ્રધાન

“પ્રમુખ ટ્રમ્પે હાલમાં જ જાહેરાત કરી છે કે યુનાઇટેડ સ્ટેટ્સે સ્પેન સાથેના તમામ વ્યાપારિક સંબંધો સંપૂર્ણપણે તોડી નાખ્યા છે. આ નિર્ણય સ્પેનના ડાબેરી વડાપ્રધાન પેડ્રો સાંચેઝ દ્વારા અમેરિકાને સમર્થન આપવાનો ઇનકાર કરવા અને અમેરિકન સૈન્ય દળોને તેમના લશ્કરી થાણાઓ (military bases) નો ઉપયોગ કરવાની મંજૂરી ન આપ્યા બાદ લેવામાં આવ્યો છે.”

(એજન્સી)સ્પેન, મધ્ય પૂર્વ દેશોમાં ચાલી રહેલા યુદ્ધમાં ઈરાન સામે લશ્કરી કાર્યવાહી કરવા માટે તાજેતરમાં અમેરિકાએ સ્પેનમાં આવેલા સંયુક્ત મિલિટરી બેઝનો ઉપયોગ કરવાની માંગ કરી હતી. જો કે, આ માટે સ્પેને ના પાડી દેતાં અમેરિકા રોષે ભરાયું છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વેપારી નાકાબંધીની ધમકી આપ્યા પછી પણ સ્પેન પોતાના નિર્ણય પર અડગ છે. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે સ્પષ્ટ શબ્દોમાં રોકડું પરખાવી દીધું છે કે, ‘સ્પેન મધ્ય પૂર્વના યુદ્ધમાં ભાગ નહીં લે.’ સાંચેઝે સ્પેનની સ્થિતિ માત્ર ત્રણ શબ્દોમાં સ્પષ્ટ કરતાં કહ્યું છે કે, ‘યુદ્ધ માટે ના.’

અમેરિકા અને ઈઝરાયલ ઈરાન સામે આકરી લશ્કરી કાર્યવાહી કરી રહ્યા છે, જે અંતર્ગત તાજેતરમાં અમેરિકાએ સ્પેનમાં આવેલા સંયુક્ત મિલિટરી બેઝનો ઉપયોગ કરવાની માંગ કરી હતી. સ્પેનમાં રોટા અને મોરોનના કેટલાક મિલિટરી બેઝનું સંચાલન અમેરિકા અને સ્પેન સંયુક્ત રીતે કરે છે.

જો કે, આ તમામ બેઝ પરના અંતિમ અધિકાર સ્પેન પાસે જ છે. સ્પેન સરકારે અમેરિકાની માંગણી ફગાવી દીધી છે. તેનું કારણ એ હતું કે ઈરાન પરના હુમલાને યુનાઈટેડ નેશન્સની મંજૂરી નથી. સ્પેનના આ નિર્ણય પછી અમેરિકા નારાજ થયું છે અને તેણે પોતાના લગભગ ૧૫ લશ્કરી વિમાનો સ્પેનમાંથી જર્મની ખસેડી દીધા છે.

સ્પેનના ઇનકારથી નારાજ થઈને ટ્રમ્પે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથેની મુલાકાત વખતે સ્પેનની ટીકા કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે સ્પેનનું વલણ ‘ખૂબ ખરાબ’ છે.
મેં મારા ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટને સ્પેન સાથેના વેપાર સંબંધો ખતમ કરવાની સૂચના આપી દીધી છે. ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે અમેરિકા ઇચ્છે તો તે આ મિલિટરી બેઝનો ઉપયોગ કરી શકે છે. કોઈ અમને રોકી શકે એમ નથી, પરંતુ હાલ અમેરિકાને એવું કરવાની જરૂર નથી.

સ્પેન સાથે થયેલા તણાવ પાછળ બીજું કારણ નાટો માટેનો સંરક્ષણ ખર્ચ પણ છે. ટ્રમ્પ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે નાટોના તમામ સભ્ય દેશો પોતાના જીડીપીના ૫% જેટલો ખર્ચ સંરક્ષણ પર કરે. પરંતુ સ્પેને આ લક્ષ્યાંક સ્વીકાર્યો નથી. સ્પેનનું કહેવું છે કે, અમે આશરે ૨.૧% ખર્ચ કરીશું. આ કારણે ટ્રમ્પે સ્પેનને ‘અમેરિકાનો સાથ ન આપનાર એકમાત્ર દેશ’ ગણાવ્યો છે.

સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે ટ્રમ્પની ધમકીનો સીધો જવાબ આપતાં કહ્યું હતું કે ‘સ્પેન કોઈ પણ દેશના દબાણ કે બદલાના ડરથી પોતાના મૂલ્યો સાથે સમાધાન નહીં કરે. મધ્ય પૂર્વમાં યુદ્ધ વધશે તો લાખો લોકોના જીવન પર ગંભીર અસર પડશે. અમે અમેરિકા, ઈઝરાયલ અને ઈરાનને યુદ્ધવિરામ માટે અપીલ પણ કરીએ છીએ. ૨૦૦૩ના ઈરાક યુદ્ધનું ઉદાહરણ જુઓ. તે યુદ્ધ પછી યુરોપમાં અસુરક્ષાની મોટી લહેર ફેલાઈ ગઈ હતી.’

President Trump has just announced that the United States has completely cut off all trade with Spain after leftist PM Pedro Sánchez refused to support the United States and allow American forces to use their military bases.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.