Western Times News

Gujarati News

12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000 ક્રિકેટ પ્રેમીઓને મંઝિલ સુધી પહોંચાડ્યા રેલવેએ ₹1.50 કરોડની રેકોર્ડ આવક પ્રાપ્ત કરી

અમદાવાદ, ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026 ના હાઈ-પ્રોફાઇલ ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે એ પોતાની કામગીરી ક્ષમતા અને યાત્રી સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું. 

08 માર્ચ, 2026ના રોજ રમાયેલા આ ઐતિહાસિક મુકાબલા દરમિયાન દર્શકોની અભૂતપૂર્વ ભીડને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા વ્યૂહાત્મક રીતે 12 વિશેષ ટ્રિપ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું. આ ટ્રેનો માત્ર લોજિસ્ટિક્સ દૃષ્ટિએ જ સફળ સાબિત થઈ નથીપરંતુ આર્થિક રીતે પણ ખૂબ જ લાભદાયક સાબિત થઈ છે.

આ વિશેષ ટ્રેનો દ્વારા 15,000થી વધુ યાત્રીઓએ મુસાફરી કરી અને આ ટ્રેનોમાં 100 ટકાથી વધુ ઑક્યુપેન્સિ નોંધાઈ. આ ટ્રેનોના સંચાલનથી ₹1.50 કરોડથી વધુ આવક પ્રાપ્ત થઈ. સાથે સાથે અમદાવાદ–દિલ્હી આશ્રમ,અમદાવાદ–નવી દિલ્હી સ્વર્ણ જયંતી રાજધાની, અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત ગાંધીનગર કેપિટલ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત , અમદાવાદ–દાદર ગુજરાત મેલ, અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ લોકશક્તિ જેવી પ્રીમિયમ ટ્રેનોમાં પણ 100 ટકાથી વધુ ઑક્યુપેન્સિ રહી.

યાત્રીઓની ભારે માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે એ મહારાષ્ટ્ર અને ગુજરાતના મુખ્ય કેન્દ્રોને જોડતા વિશેષ રૂટો પર ટ્રેનોનું સંચાલન કર્યું. આ ટ્રેનોને મુંબઈ સેન્ટ્રલબાંદ્રા ટર્મિનસછત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને પુણે જેવા મુખ્ય સ્ટેશનોમાંથી સીધા અમદાવાદ માટે ચલાવવામાં આવી.

કુલ વિશેષ ટ્રેનો અમદાવાદ તરફ (પ્રશંસકોને મેચ માટે લઈ જવા માટે) તથા વિશેષ ટ્રેનો અમદાવાદથી પરત (મેચ બાદ મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવા માટે) સંચાલિત કરવામાં આવી.

નિયમિત ટ્રેનોની સમયસારણીને અસર કર્યા વગર આ વિશેષ સેવાઓને એવી રીતે આયોજન કરવામાં આવી કે મુસાફરોને લગભગ ‘ડોર-ટુ-ડોર’ જેવી સુવિધાનો અનુભવ મળી શકે.

ટ્રેનોમાં 100 ટકા કરતાં વધુ ઑક્યુપેન્સિથી સ્પષ્ટ થાય છે કે ક્રિકેટ પ્રશંસકો વચ્ચે આ વિશેષ સેવાઓ માટે ભારે માંગ હતી. રેલવેએ કેટલીક ટ્રેનોમાં ‘તત્કાલ’ આધાર પર વધારાના કોચ ઉમેરવામાં પણ આવ્યાજેથી વધુમાં વધુ મુસાફરોને સમાવી શકાય.

ભીડ નિયંત્રણ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ અને મુંબઈના સ્ટેશનો પર વધારાના રેલવે સુરક્ષા દળ (આર પી એફ તથા વાણિજ્યિક કર્મચારીઓની તૈનાતી કરવામાં આવી. સ્ટેશનો પર વિશેષ સહાયતા ડેસ્ક તેમજ બેહતર જાહેરાત પ્રણાલી (ઉદ્ઘોષણા સિસ્ટમ)ની વ્યવસ્થા કરવામાં આવીજેથી મેચના ઉત્સાહ વચ્ચે પ્રશંસકોને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે.

વિશ્વ કપ દરમિયાન પશ્ચિમ રેલવેની આ પહેલે માત્ર હજારો પ્રશંસકોની મુસાફરીને આરામદાયક બનાવી નથીપરંતુ મોટા કાર્યક્રમો દરમિયાન રેલવેની ઝડપી પ્રતિક્રિયા ક્ષમતા અને વ્યવસ્થાપન ક્ષમતાનું પણ અસરકારક રીતે પ્રદર્શન કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.