Western Times News

Gujarati News

AI, બ્લોકચેન અને સાયબર સિક્યુરિટીમાં લો એન્ડ પોલિસીમાં ‘પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ’ શરૂ કરવા માટે GIL, DST અને GNLU વચ્ચે MoU

ગાંધીનગર ખાતે સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં MoU સંપન્ન

 Gandhinagar, ડિજિટલ ગવર્નન્સમાં ઉભરતી ટેકનોલોજીના હસ્તક્ષેપને વધુ સુદ્રઢ કરવાના એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), બ્લોકચેનસાયબર સિક્યુરિટી અને ઈમરજિંગ ટેકનોલોજી  લો એન્ડ પોલિસીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ‘ શરૂ કરવા માટે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL),વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) વચ્ચે આજે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ગાંધીનગર ખાતે આજે આયોજિત ગુજરાત વાઇસ ચાન્સેલર્સ મીટ‘ દરમિયાન આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે  વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા,

શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ કુમારવિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી પી. ભારતી તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળના તમામ વિભાગીય વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને ગુજરાત રાજ્યની અગ્રણી યુનિવર્સિટીઓના ૨૦થી વધુ વાઇસ ચાન્સેલરોએ પણ ભાગ લીધો હતોજે સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના સહયોગને મજબૂત કરવા માટે રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ ભાગીદારી દ્વારા GIL ઉભરતી ટેકનોલોજી અને તેના નિયામક માળખા (regulatory frameworks) માં વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમોની રચના અને અમલીકરણમાં GNLU ને સહયોગ આપશે.સૂચિત કાર્યક્રમનો ઉદ્દેશ્ય ટેકનોલોજી અને કાયદામાં આંતર શાખાકીય કુશળતા ધરાવતા વ્યાવસાયિકો તૈયાર કરવાનો છેજે AI ગવર્નન્સબ્લોકચેન રેગ્યુલેશનસાયબર સુરક્ષા કાયદાડેટા પ્રાઇવસી અને ડિજિટલ ગવર્નન્સ માટેના પોલિસી ફ્રેમવર્ક જેવા જટિલ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પહેલ ગુજરાતની ઝડપથી વિસ્તરી રહેલી ડિજિટલ ઇકોસિસ્ટમને ટેકો આપવા સક્ષમ કુશળ કાર્યબળ (skilled workforce) ઉભું કરવામાં નોંધપાત્ર યોગદાન આપે તેવી અપેક્ષા છે તેમસાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.