Western Times News

Gujarati News

દુબઈ એરપોર્ટ ઉપર હુમલો: તમામ ફ્લાઈટો સસ્પેન્ડ

ઈરાને સોમવારે સવારે ૨૪ કલાક ધમધમતા દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ડ્રોન હુમલો કરતાં ઈંધણ ટાંકી ભદ-ભદ સળગી ઉઠી: ધુમાડાના ગોટેગોટા: કોઈ જાનહાનિ નથી પરંતુ ભય અને અફડાતફડીનો માહોલ

  • દુબઈ, તા. ૧૬: સોમવારે વહેલી સવારે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક એક ડ્રોન કેસ થતાં દુબઈ હચમચી ઉઠ્યું, જેના કારણે એક મોટો વિસ્ફોટ થયો અને ઈંધણ ટાંકીમાં ભીષણ આગ લાગી.

  • સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં સ્પષ્ટપણે જ્વાળાઓ અને કાળો ધુમાડો આકાશમાં ઉડતો દેખાઈ રહ્યો હતો. દુબઈ મીડિયા ઓફિસે પુષ્ટિ આપી છે કે એરપોર્ટ નજીક ડ્રોન ઘટનાથી ઈંધણ ટાંકી પ્રભાવિત થઈ હતી.

  • સદનસીબે, અત્યાર સુધી કોઈ ઈજાના અહેવાલ નથી. પરંતુ આ ઘટનાએ ઈરાન-અમેરિકા યુદ્ધની ભય દુબઈના દરવાજા સુધી પહોંચાડી દીધો છે.

દૂબઈ તા.૧૨: સોમવારે વહેલી સવારે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક એક ડ્રોન ક્રેશ થતાં દુબઈ હચમચી ઊઠ્યું, જેના કારણે એક મોટો વિસ્ફોટ થયો અને ઈંધણ ટાંકીમાં ભીષણ આગ લાગી. સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં સ્પષ્ટપણે જ્વાળાઓ અને કાળો ધુમાડો આકાશમાં ઉડતો દેખાઈ રહ્યો હતો. દુબઈ મીડિયા ઓફિસે પુષ્ટિ આપી છે કે એરપોર્ટ નજીક ડ્રોન ઘટનાથી ઈંધણ ટાંકી પ્રભાવિત થઈ હતી. સદનસીબે અત્યાર સુધી કોઈ ઈજાના અહેવાલ નથી. પરંતુ આ ઘટનાએ ઈરાન-અમેરિકા યુદ્ધનો ભય દુબઈના દરવાજા સુધી પહોંચાડી દીધો છે.

સ્થાનિક લોકોએ રાત્રે મોટા વિસ્ફોટોના અવાજો સાંભળ્યા હોવાની જાણ કરી. થોડા સમય પછી એરપોર્ટ નજીક ધુમાડો અને જ્વાળાઓ નીકળતી જોવા મળી. દુબઈ સિવિલ ડિફેન્સ અને અન્ય કટોકટી પ્રતિભાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આગ ઓલવવાનું શરૂ કર્યું. દુબઈ મીડિયા ઓફિસે જણાવ્યું હતું કે ફાયર કંટ્રોલ ટીમો સતત કામ કરી રહી છે અને કોઈ ઈજા થઈ નથી. જ્યારે નુકસાન નોંધપાત્ર લાગે છે ત્યારે જાનહાનિનો અભાવ વહીવટીતંત્રને થોડી રાહત આપી છે.

ડ્રોન હુમલાથી હવાઈ ટ્રાફિકને પણ અસર થઈ. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટરાડર અનુસાર દુબઈ જતી ઘણી ફ્લાઈટ્સ રોકી દેવામાં આવી હતી. કરાચી, કાઠમંડુ, હનોઈ, અસમારા અને અમ્માનથી દુબઈ આવતી ઓછામાં ઓછી પાંચ ફ્લાઈટ્સ લેન્ડિંગની રાહ જોઈ રહી હતી. આના કારણે એવી અટકળો થઈ રહી છે કે મુખ્ય એરપોર્ટ પર પણ હુમલો થયો હશે. જો કે શક્ય છે કે જોખમથી બચાવવા માટે વિમાનને ઉતરાણ કરતા અટકાવવામાં આવ્યું હોય.

અમેરિકા અને ઈઝરાયલ સાથે યુદ્ધમાં રહેલા ઈરાને સોમવારે વહેલી સવારે વાટાઘાટોની કોઈપણ શક્યતાને નકારી કાઢ્યા પછી ફરી એકવાર ગલ્ફ દેશોને નિશાન બનાવ્યા. અધિકારીઓએ જણાવ્યું હતું કે દુબઈ એરપોર્ટ નજીક ડ્રોન હુમલાથી ભારે આગ લાગી હોવાના અહેવાલ છે, જેના કારણે ગભરાટ ફેલાયો હતો. દુબઈ મીડિયા ઓફિસે જણાવ્યું હતું કે આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.