Western Times News

Gujarati News

LPG સિલિન્ડરના ગોડાઉન પર પોલીસ રહેશે તૈનાત

AI Image

(એજન્સી)ગાંધીનગર, રાજ્યમાં એલપીજી સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસ જવાનો તૈનાત કરાશે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે આદેશ કર્યો હતો. સરકારી, ખાનગી એલપીજી સિલિન્ડરના ગોડાઉન પર પોલીસને તૈનાત કરવાનો આદેશ અપાયો છે. એલપીજીના ગોડાઉન, બુકિંગ ઓફિસ પર ૧-૧ પોલીસ જવાન તૈનાત કરાશે.

પોલીસની સાથે મહેસૂલ વિભાગના ૧-૧ કર્મચારી રાખવાનો પણ આદેશ અપાયો છે. રાજ્યના મુખ્ય સચિવ, પોલીસ વડા, સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનો હવાલો આપી સૂચના જાહેર કરાઈ હતી.

ગેસ સંકટ વચ્ચે રાજકોટના ગોંડલમાં પુરવઠા વિભાગની ટીમ હોટલ, રેસ્ટોરન્ટ અને નાસ્તા હાઉસ પર ત્રાટકી હતી. ઘરેલુ ગેસનો વપરાશ કરતા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના અલગ અલગ ૪૬ સ્થળોએ પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા જેમાં ૬૮ ગેસ સિલિન્ડર જપ્ત કર્યા હતા. તો હોટલ, રેસ્ટોરન્ટમાંથી વધારાના ૫ સિલિન્ડર પણ જપ્ત કરવામાં આવ્યા હતા. ગોંડલ ગ્રામ્ય મામલતદારે ૨૫ ઘરેલુ ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે. જેની કિંમત ૪૫ હજાર ૪૧૦ થાય છે.

જ્યારે ગોંડલમાં રહેણાંક મકાનમાં ગેરકાયદે સંગ્રહ કરાયેલા ૩૮ ખાલી સિલિન્ડર ૫ સીઝ કરવામાં આવ્યા હતા. માત્ર ખાણીપીણીની દુકાનો જ નહીં પરંતુ જિલ્લાની ૧૮ ગેસ એજન્સીઓમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સુરતમાં પણ ગેસ સિલિન્ડરની કાળા બજારીને રોકવા માટે પોલીસે શહેરના અલગ અલગ ગેસ સિલિન્ડના ગોડાઉનમાં તપાસ કરી હતી. કાળા બજારી કરનાર વિરુદ્ધ કાયદા અંતર્ગત કાર્યવાહીની ચીમકી આપવામાં આવી હતી. શિવાલિક જહાજ શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનું જહાજ છે. ૨૦૦૮માં સાઉથ કોરિયામાં બનેલા જહાજની ભારતે ખરીદી કરી હતી. આવતીકાલે નંદાદેવી નામનું જહાજ પણ કચ્છના કંડલા પોર્ટ પહોંચશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.