Western Times News

Gujarati News

ત્રીજા માળેથી પડી જતાં શ્રમિકનું મોત, બિલ્ડર સહિત 4 સામે FIR

AI Image

હેબતપુર ગામ પાછળ બિનોરી એરીસ્ટોલા સાઈટનો બનાવ

(એજન્સી)અમદાવાદ, શહેરના એસપી રીગ રોડ પાસે હેબતપુર ગામ પાછળ આવેલી બીનોરી એરીસ્ટોલા નામનીસાઈટ પર કામ કરતા શ્રમીકનું ત્રીજા માળેથી નીચે પડવાના કારણે મોત થયું હતું. સાઈટ પર સેફટી નેટ ના લગાવવાના કારણે શ્રમીકના મોત મામલે બોડકદેવ પોલીસે બિલ્ડર, એન્જીનીયર, કોન્ટ્રાકટર સહીત ચાર લોકો સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

મુળ રાજસ્થાનનો ર૩ વર્ષીય અનીલ નિનામા એસપી રીગ રોડ હેબતપુર ગામ પાછળ આવેલી બીનોરી એરીસ્ટોલા નામની કન્સ્ટ્રકશન સાઈટ પર વોટર પ્રુફીગનું કામ કરતો હતો. તા.૩૦ સપ્ટેમ્બરના રોજ તે ત્રીજા માળે વોટર પ્રુફીગનું કામ કરતો હતો. આ સાઈટના ફલેટ નંબર ૩૦૧ના બેડરૂમની બારીના છજજા પર પ્લાન્ટેશનની જગ્યાએ તે વોટર પ્રુફીગનું કામ કરતો હતો.

ત્યારે છજજા પરથી પગ લપસી જતા અનીલ ભોયતળીયે પડયો હતો. અનીલને માથામાં ગંભીર ઈજાઓ પહોચી હોવાથી ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. મેડીકલ સ્ટાફે આવીને અનીલને તપાસતા તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે બોડકદેવ પોલીસને જાણ કરાતા પોલીસે અકસ્માત મોત નોધી તપાસ હાથ ધરી હતી.

અવરોધક સેફટી નેટ ન લગાવી હોવાનું સામે આવ્યું હતું. જેમાં સાઈટના લેબર કોન્ટ્રાકટર લક્ષ્મણ મકવાણા મુખ્ય કોન્ટ્રાકટર ચિરાગ પટેલ બિલ્ડર વિષ્ણુ શર્મા તથા સાઈટ એન્જીનીયરીગ હાર્દીકની બેદરકારી છતી થતાં બોડકદેવ પોલીસ આ ચારેય લોકો સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.