Western Times News

Gujarati News

ઈડરમાં ગેસનો કકળાટ: એજન્સીની બહાર ગ્રાહકોની લાંબી લાઈનો લાગી

હિંમતનગર, ખાડી યુદ્ધને કારણે સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાત અને સમગ્ર રાજ્યમાં રાંધણગેસની અછત વર્તાઈ હોવાની ચર્ચા વચ્ચે ગુરુવારે ઈડરમાં આવેલી એક ગેસ એજન્સી આગળ લોકોએ સિલિન્ડર મેળવવા માટે સવારથી જ લાઈનમાં ઉભા થઈ ગયા હતા જેને કારણે મેળા જેવા દ્રશ્યો સર્જાયા હતા.

સાબરકાંઠામાં હિંમતનગર, ઈડર સહિત અન્ય સ્થળે ઓઈલ કંપનીઓ દ્વારા ગેસના વિતરણ માટે એજન્સીઓ અપાઈ છે, ત્યારે ઈડરમાં આવેલા બાલાજી કોમ્પ્લેક્સ પાછળ રાંધણગેસ મેળવવા માટે ગુરુવાર સવારથી જ લોકોની ભારે ભીડ થઈ હતી.

ગેસ બોટલ મેળવવા માટે કેટલાક ગેસ ધારકોએ અન્ય કામ છોડીને સિલિન્ડર મેળવવા લાઈનમાં ઉભા થઈ ગયા હતા.બીજી તરફ હાલમાં ગેસ એજન્સી દ્વારા બોટલો જમા લેવામાં આવી રહી છે, પરંતુ ગેસ ભરેલી બોટલ ક્યારે મળશે તે અંગે સ્પષ્ટતા ન હોવાથી લોકોમાં અનિશ્ચિતતા અને ચિંતા વ્યાપી છે.

ગેસ સંચાલકો તરફથી ગેસ મળી જશે, તેવી ખાતરી આપવામાં આવી રહી છે, છતાં લાઈનોની લંબાઈને કારણે લોકોમાં શંકા યથાવત છે. નિયમ મુજબ પહેલાં ગેસ નોંધણી કરાવી પછી જ બોટલ આપવામાં આવે છે, પરંતુ વધી રહેલી માંગ અને મર્યાદિત સપ્લાયને કારણે અનેક લોકોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. કેટલાક તો રાહ જોઈને પરત જતા રહ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.