Western Times News

Gujarati News

“ધુરંધર ૨”એ વર્લ્ડ વાઈડ ૯૦૦ કરોડની કમાણી કરી

મુંબઈ, રણવીર સિંહની ફિલ્મ ધુરંધર ૨એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. જેને અગાઉના કમાણીના રેકોર્ડ તોડી નાખ્યા છે. તે ગ્લોબલ લેવલે ધૂમ મચાવી રહી છે. ધુરંધર ૨ એ વર્લ્ડ વાઈડ ૯૦૦ કરોડની કમાણી કરી છે.

તેની સ્ટોરી પાકિસ્તાન, કરાચી અને લ્યારીમાં સેટ છે જેના કારણે પડોશી દેશમાં પણ હલચલ જોવા મળી હતી. એક ઓનલાઈન વીડિયો સામે આવ્યો છે જેમાં લ્યારીના રહેવાસીઓ ધુરંધર ૨ ની કમાણીથી ગુસ્સે છે. જેમાં તેઓ ફિલ્મની કમાણીનો હિસ્સો માંગી રહ્યા છે. ધુરંધરના આટલા મોટા વધારાથી રહેવાસીઓ ચોંકી ગયા હતા. વાયરલ વીડિયોમાં જ્યારે રહેવાસીઓને ધુરંધરના વર્લ્ડ વાઈડ બીઝનેસ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે એક વ્યક્તિએ કહ્યું, “મને લાગે છે કે તેમને કમાણીનો ૮૦ ટકા હિસ્સો લ્યારીને આપવો જોઈએ.જેમાં બીજાએ કહ્યું કે, “તેઓએ ૮૦૦ કરોડ રૂપિયા સુધી કમાયા છે.

તેમને કહો કે તેઓ જે કંઈ કમાયા છે તેનાથી ચીલ ચોકને ફરીથી કલર કરાવે. તેમને ચીલ ચોકનો નજારો બતાવો, તેમને કહો કે, તેને રીનોવેટ કર. તમે આ ચીલ ચોક દ્વારા નફો કર્યો છે. ઓછામાં ઓછું આ ચીલ ચોક માટે કંઈક કરો.”

પાકિસ્તાનના લોકોની આ પ્રતિક્રિયા ભારતીય ફેંસમાં વાયરલ છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે આ ફિલ્મ પાકિસ્તાનમાં શૂટ થઈ નથી. આદિત્ય ધરની ટીમે થાઈલેન્ડમાં પાકિસ્તાનના લ્યારીને રીક્રીએટ કર્યું છે. ચીલ ચોકથી લઈને લ્યારીની સાંકડી શેરીઓ સુધી સેટિંગ એટલી બધી ડીટેલમાં ડિઝાઇન કરવામાં આવી હતી કે ફેંસને અસલી અને રીલ સ્થાનો વચ્ચે મૂંઝવણમાં મુકાઈ ગયા. બેંગકોકમાં ૬ એકરનો લ્યારી સેટ બનાવવામાં આવ્યો હતો.

લ્યારી સેટ પણ ન્યુઝપેપરના કટિંગનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો, અને તે ઘણા ભારતીય અને થાઈ કલાકારો દ્વારા બનાવવામાં આવ્યો હતો. બેંગકોક સિવાય ધુરંધરના સેટ ભારતમાં વિવિધ સ્થળોએ સેટ કરવામાં આવ્યા હતા. ફિલ્મનું શૂટિંગ લુધિયાણા, મુંબઈ, અમૃતસર, લેહ અને લદ્દાખમાં કરવામાં આવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.