Western Times News

Gujarati News

ક્વિર્કી ડાર્ક કોમેડી ‘ટોસ્ટર’ ૧૫ એપ્રિલે રિલીઝ થશે

મુંબઈ, નેટફ્લિક્સે તેની આવનારી ડાર્ક કોમેડી ફિલ્મ ‘ટોસ્ટર’ની જાહેરાત કરી છે, જે એક સામાન્ય વસ્તુને કેન્દ્રમાં રાખીને સર્જાતી અણધારી અને હાસ્યાસ્પદ ઘટનાઓની ચેઇન દર્શાવે છે.

૧૫ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સ્ટ્રીમ થનાર આ ફિલ્મની વાર્તા એક નાની લાગતી પરિસ્થિતિથી શરૂ થાય છે — એક લગ્ન ભેટ, જે લગ્ન તૂટી ગયા પછી પણ ભૂલાઈ નથી.ફિલ્મનું ડિરેક્શન વિવેક દાસ ચૌધરીએ કર્યું છે અને આ પત્રલેખા માટે પણ પ્રોડ્યુસર તરીકે આ ફિલ્મ મહત્વની છે, જેણે પોતાની કંપની કામ્પા ફિલમ્સ સાથે આ પ્રોજેક્ટ શરૂ કર્યાે છે.

ફિલ્મમાં અર્ચના પુરણ સિંહ, અભિષેક બેનર્જી, ફરાહ ખાન, ઉપેન્દ્ર લિમયે, વિનોદ રાવત, જિતેન્દ્ર જોશી અને સીમા પાહવા સહિતની મજબુત સપો‹ટગ કાસ્ટ છે.આ ફિલ્મ સાથે રાજકુમાર રાવ ફરી એકવાર કોમેડી જોનરમાં જોવા મળશે, તે પોતાના કોમિક ટાઈમિંગ માટે જાણીતો છે.

ટોસ્ટરમાં તે એક એવી કહાની લઇ આવશે, જેમાં સામાન્ય પરિસ્થિતિ ધીમે ધીમે અબસર્ડિટી અને ડાર્ક હ્યુમરમાં ફેરવાઈ જાય છે.પાત્રલેખાએ જણાવ્યું કે, “પ્રોડક્શનમાં પ્રવેશવું અમારા માટે ખૂબ જ ખાસ છે, નેટફ્લિક્સ સાથે આ સફર શરૂ કરવી તેને વધુ મહત્વની બનાવે છે. ટોસ્ટર જેવી અનોખી અને મજેદાર કહાની તરત જ અમને પસંદ આવી ગઈ.”અનોખા પાત્રો, અણધાર્યા ટિ્‌વસ્ટ્‌સ અને ડાર્ક હ્યુમરથી ભરેલી ટોસ્ટર ૧૫ એપ્રિલે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.