અક્ષય કુમારનું ફિલ્મોમાં રીઅલ એક્શન પાછી લાવવાનું વચન
મુંબઈ, છેલ્લા દાયકામાં, અક્ષય કુમારની કૅરિયરમાં એક્શન ફિલ્મોથી લઈને કોમેડી અને દેશભક્તિ આધારિત ફિલ્મોનું મિશ્રણ જોવા મળ્યું છે, જેમાં હિંમત અને ફરજની વાર્તાઓ રજૂ કરવામાં આવી છે.બોલિવૂડનો એક્શન સ્ટાર અક્ષય કુમાર કહે છે કે તે ફરીથી બિલકુલ સાચી લાગે એવી ખરી એક્શન ફિલ્મો તરફ વળવા માંગે છે અને ઇન્ડસ્ટ્રીમાં વધતા વીએફએક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સ્ટન્ટ્સથી દુર રહેવા માગે છે.
તાજેતરના એક ઈન્ટરવ્યુમાં, ૫૮ વર્ષના અક્ષયે ભાર મૂક્યો કે તે કમ્પ્યુટર દ્વારા બનાવેલી ઇફેક્ટ્સ પર આધાર રાખવા કરતાં પોતે જ સ્ટન્ટ્સ કરવા માંગે છે.અક્ષયે પોતાની કૅરિયર એક ખરા એક્શન હિરો તરીકે શરૂ કરી હતી અને તેણે તેની લોકપ્રિય ળેન્ચાઇઝી દ્વારા ‘ખિલાડી’ નામ મેળવ્યું હતું. તાજેતરના વર્ષાેમાં, પણ તેણે હોલીડે, ગબ્બર ઇઝ બેક અને સૂર્યવંશી જેવી એક્શન ફિલ્મોમાં કામ કર્યું છે.
અક્ષય પીટીઆઈને આપેલા ઇન્ટરવ્યુમં કહે છે, “આજે એક્શન ફિલ્મો બનાવવાની રીતમાં ઘણો ફરક આવ્યો છે. પહેલાં એક્શન ખરેખર થતી; હવે બધું વીએફએક્સમાં કરવામાં આવે છે. એમાં મજા નથી કારણ કે તે નકલી લાગે છે. હું એવી ફિલ્મ બનાવવા માંગું છું જેમાં ખરેખર એક્શન હોય.” અક્ષય કુમારે કરાટે, મુએ થાઈ, ટેકવાન્ડો અને કુડો જેવી માર્શલ આટ્ર્સમાં તાલીમ મેળવેલા છે, તેમણે કહ્યું, “જો હું કૂદું છું, તો હું ખરેખર કૂદું છું અને વીએફએક્સનો ઉપયોગ કરતો નથી, અથવા જો હું લાત મારું છું, તો હું ખરેખર લાત મારું છું, એવું નહીં કે ૧૫ લોકો મને મદદ કરે છે.
હું એવી એક્શન ફિલ્મ બનાવવા માંગું છું જેમાં વીએફએક્સનો ઉપયોગ ન હોય. હું આ એઆઈના યુગમાં કહી રહ્યો છું અને લોકો જે વિચારવા માંગે તે વિચારે, પરંતુ હું એવી એક્શન ફિલ્મ બનાવવા માંગું છું જે ખરેખર એક્શન ફિલ્મ હોય. હું એવી ફિલ્મ બનાવવા ઇચ્છિશ જેમાં કમ્પ્યુટર અથવા એઆઈની મદદથી કરાયેલા પ્રયત્નોના બદલે દર્શકો અનુભવ કરી શકે કે કેટલી મહેનત કરવામાં આવી છે.”અક્ષયે એક્શન સિનેમાને ચિત્રકામ સાથે સરખાવી હતી.
એક સાચું હાથથી બનાવેલું ચિત્ર અને પ્રિન્ટેડ ડિજિટલ ચિત્ર વચ્ચે સ્પષ્ટ ફરક હોય છે. પ્રિન્ટેડ ચિત્ર સંપૂર્ણ લાગે છે, પરંતુ હાથથી બનાવેલા ચિત્રમાં નાની ખામીઓ હોય છે, જે તેને અસલી બનાવે છે. છતાં, અંતે તો પસંદગી દર્શકોની છે.
છેલ્લા દાયકામાં, અક્ષયના કૅરિયરમાં સંપૂર્ણ એક્શનમાંથી કોમેડી અને દેશભક્તિ આધારિત ફિલ્મોની દિશામાં ફેરફાર આવ્યો છે. તે હાઉસફુલ સિરીઝ, ભૂલ ભુલૈયા અને ગુડ ન્યુઝ જેવી એન્સેમ્બલ કોમેડી ફિલ્મોમાં જોવા મળ્યો છે, જ્યારે તેણે દેશભક્તિ આધારિત ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જેમાં તે સૈનિક, સીક્રેટ એજન્ટ અથવા દેશની સેવા માટે સમર્પિત પાત્રો ભજવે છે.
તેની કેટલીક નોંધપાત્ર ફિલ્મોમાં એરલિફ્ટ, બૅબી, હોલીડે, કેસરી, મિશન મંગલ અને સ્કાય ફોર્સનો સમાવેશ થાય છે.અક્ષય કુમાર ગોલમાલ ળેન્ચાઇઝીની પાંચમી ફિલ્મમાં જોડાયો છે, જેનું ડિરેક્શન રોહિત શેટ્ટી કરશે.
તે અજય દેવગણ, અર્શદ વારસી, તુષાર કપૂર, શર્મન જોશી, કુણાલ ખેમુ અને શ્રેયસ તલપદે સાથે જોવા મળશે. સથે જ તેની આગામી ફિલ્મ ભૂત બંગલા માટે પણ રાહ જોવાઈ રહી છે, જેનું ડિરેક્શન પ્રિયદર્શને કર્યું છે અને ૧૭ એપ્રિલે રિલીઝ થવાની ચર્ચા છે.જો ભૂત બંગલાની વાત કરવામાં આવે તો, એક ટ્રેડ સુત્રએ જણાવ્યું, “ભૂત બંગલા લગભગ ૨ કલાક અને ૫૦ મિનિટ લાંબી છે.SS1MS
