Western Times News

Gujarati News

કંગના ક્વીન ટૂ માટે આ મહિને મુંબઈમાં શૂટિંગ શરૂ કરશે

મુંબઈ, કંગના રણૌત પોતાની ૨૦૧૪ની ‘ક્વીન’ ફિલ્મની સીકવલ’ક્વીન ટુ’નું શૂટિંગ એપ્રિલના અંત સુધીમાં શરૂ કરે તેવી શક્યતા છે. મૂળ ‘ક્વીન’ ફિલ્મે કંગનાને ભારે પ્રશંસા અપાવી હતી અને તે રાતોરાત બોલીવૂડની ટોચની હિરોઈનોમાંની એક બની ગઈ હતી.

મૂળ ફિલ્મમાં અભિનેત્રી એક નાનાં શહેરની મધ્યમવર્ગીય યુવતીના રોલમાં જોવા મળી હતી. હવે ‘ક્વીન ટ’ુમાં તે મોટાં શહેરની આધુનિક યુવતીના રોલમાં જોવા મળશે. તે આ ફિલ્મમાં વિદેશની બદલે ભારત ભ્રમણ કરતી જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ ૩ મહિનામાં આટોપી લેવાની યોજના છે.

આ સીકવલમાં જોકે, સપો‹ટગ કાસ્ટ રીપિટ થવાની શક્યતા ઓછી છે. ફિલ્મના શૂટિંગની શરૂઆત મુંબઇના સ્ટુડિયોથી કરવામાં આવશે. જ્યાં નોર્થ ઇન્ડિયા શહેરનો સેટ તૈયાર કરવામાં આવશે. મુંબઇમાં શૂટિંગ પુરુ કર્યાં પછી ફિલ્મની ટીમ ભારતના અન્ય શહેરોમાં જશે.વિકાસ બહલ જ તેની આ જૂની હિટ ફિલ્મની સીકવલ બનાવી રહ્યો છે. સીકવલની વાર્તા પણ તેણે જ લખી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.