Western Times News

Gujarati News

રિયા કપૂરે શેર કરી દીધી સોનમ કપૂરના નાના દીકરાની તસવીર

મુંબઈ, અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ આહુજાના ઘરે ૨૯ માર્ચ ૨૦૨૬ ના રોજ બીજા દીકરાનો જન્મ થયો હતો. સોનમ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી શેર કરી હતી.

જો કે સોનમ કપૂર કે આનંદ આહુજાએ હજુ સુધી તેના દીકરાની ઝલક દેખાડી ન હતી. પરંતુ હવે સોનમ કપૂરની બહેન રિયા કપૂરે સોનમ કપુરના નાના દીકરાની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. રિયા કપૂરે તેના ઈન્સ્ટા અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યાે છે જેમાં તેના હાથમાં સોનમ કપૂરનો નાનો દીકરો છે.

આ ફોટો સાથે તેણે ક્યુટ કેપ્શન પણ લખ્યું છે. આ પોસ્ટ સાથે તેણે બીજી એક પોસ્ટ પણ શેર કરી છે જેમાં અનિલ કપૂર, સુનિતા કપૂર સહિત પરિવારના દરેક સભ્યો તરફથી ખાસ મેસેજ શેર કરવામાં આવ્યો છે. રિયા કપૂરે સોનમ કપૂરના દીકરાની તસવીર શેર કરી કે તેની સાથે જ આ તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થવા લાગી છે..

રિયા કપૂરની આ પોસ્ટ ક્રિતી સેનન, નીના ગુપ્તા સહિતના કલાકારો પણ કોમેન્ટ કરી હ્યા છે. સોનમ કપૂરના ચાહકો પણ પોસ્ટને લાઈક કરી ફોટો પર કોમેન્ટ કરી રહ્યા છે.મહત્વપૂર્ણ છે કે સોનમ કપૂરે ૩૦ માર્ચે ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી જાણકારી આપી હતી કે તેમના ઘરે ૨૯ માર્ચે દીકરાનો જન્મ થયો છે.

સોનમ કપૂરની આ બીજી પ્રેગ્નેન્સી હતી. સોનમ કપૂર અને આનંદ આહુજાનો એક દીકરો છે જેનું નામ વાયુ છે. સોનમ અને આનંદ આહુજાના લગ્ન ૨૦૧૮ માં થયા હતા. ત્યારબાદ વાયુ આહુજાનો જન્મ ૨૦૨૨ માં થયો હતો. હવે તેમનો પરિવાર ૩ માંથી ૪ નો થયો છે. વર્ષ ૨૦૨૬ માં તેના ઘરે બીજા દીકરાનો જન્મ થયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.