Western Times News

Gujarati News

પિંક સાડીમાં શ્રૃતિ હસને કરાવ્યું મસ્ત ફોટોશૂટ કરાવ્યું

મુંબઈ, અભિનેત્રી શ્›તિ હાસન વારંવાર તેના લુક માટે હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ ફરી એકવાર તેના પરંપરાગત અવતારથી બધાનું ધ્યાન ખેંચ્યું. શ્›તિએ ગુલાબી સાડીમાં પોતાની અદભુત તસવીરો શેર કરી, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

શ્રૃતિ પોતાના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. એક્ટ્રેસે તાજેતરમાં સાડી લૂક ધરાવતી કેટલીક તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.આ ફોટોમાં શ્રૃતિ પિંક સાડીમાં જોવા મળી રહી છે. સાડીમાં પણ તેણે મનમોહક પોઝ આપ્યા હતા. પિંક સાડી સાથે તેમણે મસ્ત પ્રાચીન જ્વેલરી પહેરી છે.

પોતાનો લૂક કંપ્લિટ કરવા માટે તેણે માથા પર મરૂન રંગનો ચાંદલો કર્યાે હતો. ખાસ વાત તો એ છે કે, આ લૂકમાં તેમણે ખૂબ ઓછો મેકઅપ કર્યાે છે.તમામ ફોટોમાં તેનો સિમ્પલ લૂક દેખાઈ રહ્યો છે.

સામાન્ય રીતે કોઈપણ ફોટોશૂટમાં એક્ટ્રેસ એક અલગ મેકઅપ કરતી હોય છે. શ્રૃતિ ઓછામાં ઓછો મેકઅપ કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા.સાડીમાં પણ એના એકથી એક ચડિયાતા પોઝા આપ્યા હતા. દરેક ફોટોમાં એની નેચરલ બ્યૂટી જોવા મળી હતી.

શ્રૃતિની આ તસવીરને ફેન્સ જોરશોરથી વાયરલ કરી રહ્યા છે. સાદગીભર્યાે અંદાજ જોવા મળતા ફેન્સે કોમેન્ટનો વરસાદ કર્યાે હતો. એક ફેન્સે તે એવી કોમેન્ટ કરી દીધી હતી કે, આય..હાય…લાજવાબ. એક યુઝર્સે લખ્યું હતું કે, શ્રૃતિનો જવાબ નથી. એક યુઝરે તો માત્ર કિસ વાળું ઈમોજી મૂકીને કોમન્ટ કરી હતી. હકીકત એ પણ છે કે, શ્રૃતિ સાડી લૂકમાં પણ મસ્ત લાગી રહી છે. જ્યારે ગર્લ્સ આને પર્ફેક્ટ સાડી ફોર પાર્ટી માની રહી છે.

વી નેન્કું બ્લાઉઝ અને સાડીને પર્ફેક્ટ પહેરીને શ્રૃતિએ ફોટો ક્લિક કરાવ્યા હતા. શ્રૃતિ કોલ મી બે નામની વેબસીરિઝમાં જોવા મળશે. આ સીરિઝમાં તે અનન્યા સાથે સ્ક્રિન શેર કરી રહી છે. આ વેબસીરિઝનું શુટિંગ થાઈલેન્ડમાં શરૂ થયું છે.

સંપૂર્ણ સ્ક્રિપ્ટ ફાઈનલ થયા બાદ શ્રૃતિએ આ સીરિઝ કરવાની તૈયારીઓ બતાવી હતી. જોકે, કોલ મી બે વેબસીરિઝની આ બીજી સીઝન છે. આ સીરિઝનું શુટિંગ ફુકેટ આઈલેન્ડ પર થઈ રહ્યું છે. જોકે, આ વખતે સીરિઝ કઈ થઈ થીમ પર છે એ જાહેર થયું નથી. એ વાત નક્કી છે કે, શ્રૃતિ આ સીરિઝમાં એક નવા અવતારમાં જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.