Western Times News

Gujarati News

મામૂટી અને મોહનલાલની ફિલ્મ ‘પેટ્રિયોટ’ નું ટ્રેલર રિલીઝ

ફિલ્મ ૧ મે, ૨૦૨૬ના રોજ થિયેટરમાં રિલીઝ થશે

‘પેટ્રિયોટ’ ફિલ્મનું નિર્માણ એન્ટો જોસેફ પ્રોડક્શન્સના બેનર હેઠળ એન્ટો જોસેફ અને કેજી અનિલ કુમાર દ્વારા કરવામાં આવ્યું

મુંબઈ,ફિલ્મ ‘પેટ્રિયોટ’ ના મેકર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનું ટ્રેલર રિલીઝ કર્યું છે. મહેશ નારાયણન દ્વારા દિગ્દર્શિત આ મલયાલમ ફિલ્મમાં દક્ષિણના સુપરસ્ટાર મામૂટી, મોહનલાલ, ફહાદ ફાસિલ અને નયનતારા મુખ્ય ભૂમિકામાં છે. ખાસ વાત એ છે કે, મામૂટી અને મોહનલાલ ૧૭ વર્ષ પછી એક સાથે જોવા મળશે. આ મલયાલમ જાસૂસી થ્રિલર ૧ મે, ૨૦૨૬ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.૩ મિનિટ ૩૨ સેકન્ડનું ટ્રેલર નયનતારાનું પાત્ર એક પીડિતા સાથે વાત કરે છે, તેને વીડિયો બનાવવા અને તેનો કબૂલાત તરીકે ઉપયોગ કરવાની સૂચના આપે છે.

ત્યારબાદ દર્શકોને ફહાદ ફાસિલના પાત્રનો પરિચય કરાવવામાં આવે છે, જે ‘સમાજ સેવા’ નામની એપ્લિકેશન વિશે એક કોન્ફરન્સ રજૂ કરી રહ્યો છે. દર્શકોને પેરિસ્કોપ નામના પ્રોગ્રામ વિશે પણ જાણવા મળે છે, જેનો ખાનગી ક્ષેત્રમાં પ્રવેશ થયા પછી દુરુપયોગ થવાની સંભાવના છે. આ ફિલ્મની વાર્તા એક વિવાદાસ્પદ ગુપ્તચર મિશનની આસપાસ ફરે છે. મામૂટી ડેનિયલ જેમ્સની ભૂમિકા ભજવે છે, જ્યારે મોહનલાલ તેના જૂના મિત્ર અને સૈનિકની ભૂમિકા ભજવે છે. બંને એક ષડયંત્રનો પર્દાફાશ કરવા અને દેશનું રક્ષણ કરવા માટે એક ગુપ્ત કામગીરી શરૂ કરે છે.

સોશિયલ મીડિયા યુઝર્સ અને મામૂટી અને મોહનલાલના ફેન્સ કમેન્ટ સેક્શનમાં આ ટ્રેલરની પ્રશંસા કરી રહ્યા છે અને ફિલ્મમાટે ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે.‘પેટ્રિયોટ’ ફિલ્મનું નિર્માણ એન્ટો જોસેફ પ્રોડક્શન્સના બેનર હેઠળ એન્ટો જોસેફ અને કેજી અનિલ કુમાર દ્વારા કરવામાં આવ્યું છે અને આ ફિલ્મ કિચાપ્પાસ એન્ટરટેઈનમેન્ટ્‌સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. ફિલ્મનું મ્યુઝીક સુશીન શ્યામ દ્વારા આપવામાં આવ્યું છે. ‘પેટ્રિયોટ’ માં મામૂટી, મોહનલાલ, ફહદ ફાસિલ, કુંચાકો બોબન, નયનથારા અને રેવતી સહિતની સ્ટાર કાસ્ટ છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.