બંગાળમાં ભ્રષ્ટાચારીઓ અને દુષ્કર્મના આરોપીઓ જેલભેગા થશેઃ PM મોદીની ૬ ગેરંટી
File Photo
બંગાળમાં દરેક દુષ્કર્મ કેસ, જૂના કૌભાંડની ફાઈલો ખોલાશેઃ મોદી
(એજન્સી)કોલકાતા, પશ્ચિમ બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલે મતદાન યોજાવાનું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હÂલ્દયામાં જનસભા ગજવીને સત્તાધારી તૃમણૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનરજી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સંબોધનમાં બંગાળમાં ભાજપની જીત માટે પ્રજા પાસે આર્શિવાદ માંગ્યા છે. આ સાથે તેમણે બંગાળની પ્રજાને છ ગેરેન્ટી પણ આપી છે.
પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે, ‘પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવતા જ દરેક દુષ્કર્મ કેસ, જૂના કૌભાંડનો ફાઈલો ફરી ખોલવામાં આવશે અને ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરીદેવામાં આવશે. બંગાળની પ્રજાએ દરેક અડચણો પાર કરીને અને દરેક પડકારોને હરાવવાનું મન બનાવી લીધું છે. આ ચૂંટણી સામાન્ય નથી, પણ રાજ્યમાં બદલાવની એવી આંધી છે, જે ટીએમસી સરકારની વિદાય કરવા માટે પુરતી છે.
વડાપ્રધાને એમ પણ કહ્યું કે, બંગાળની આ ચૂંટણી નાની-મોટી ચૂંટણી નથી, પરંતુ બંગાળનું ખોવાયેલું ગૌરવ અને તેની જૂની ઓળખ પરત લાવવાની લડાઈ છે. જો આપણે ખરેખર બંગાળનો વિકાસ કરવાનું સ્વપ્ન પુરુ કરવા માંગીએ છીએ તો સૌથી પહેલા આ નિર્દર સરકારને સત્તામાંથી બહારનો રસ્તો બતાડવો પડશે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ‘આજે આખે દેશ ઝડપી વિકાસ કરી રહ્યો છે, પરંતુ ટીએમસીની નીતિ બંગાળને પાછળ ધકેલી રહી છે.
એક સમયે બંગાળ આખા દેશમાં વેપાર અને ઉદ્યોગોમાં મહત્ત્વનું યોગદાન આપતું હતું, પરંતુ આજના સમયમાં બંગાળને ઘણું પાછળ ધકેલી દેવાયું છે. એક સમયે દૂર દૂરથી લોકો હÂલ્દયામાં કામ શોધવા આવતા હતા અને આજે અવી સ્થિતિ ઉભી થઈ છે કે, હÂલ્દયાના લોકોએ રોજગારી મેળવવા માટે બીજા રાજ્યમાં ભાગવું પડી રહ્યું છે.’
પીએમ મોદીએ જનસભા સંબોધતી વખતે કટાક્ષ કરીને કહ્યું કે, ટીએમસીના રાજમાં રોજગારી આપતી ફેક્ટ્રીઓ બંધ થઈ ઘઈ છે, જ્યારે ઘૂસણખોરોની ફેક્ટ્રીઓ ખૂબ આગળ વધી રહી છે. તેમણે લોકોને યાદ અપાવ્યું કે, સદીઓ પહેલા હÂલ્દયા સમૃદ્ધ અને સુખી શહેર હતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ત્યાંની ફેક્ટ્રીઓમાં તાળા લટકતા જોવા મળી રહ્યા છે.
ત્યારબાદ વડાપ્રધાને લોકોને છ ગેરેન્ટી સમજાવી વચન આપતા કહ્યું કે, જો રાજ્યમાં ભાજપ સરકાર આવશે તો ૬ ગેરેન્ટ્રી પુરી કરવામાં આવશે. ટીએમસીએ બંગાળમાં ભય અને આતંક ફેલાવીને રાખ્યો છે, તેને ભાજપ ખતમ કરશે અને રાજ્યમાં કાયદા પર વિશ્વાસ સ્થાપીત કરશે. ૨. સરકારી સિસ્ટમની જવાબદારી ઃ રાજ્યમાં એવી સરકારી સિસ્ટમ ઉભી કરાશે, જે પ્રજાની સેવા કરવા માટે જવાબદાર રહેશે અને પ્રજાના કામ કોઈપણ અડચણ વગર પુરા થશે.
