કોઈને ‘બાસ્ટર્ડ’ કહેવું એ ગુનો નથીઃ સુપ્રીમ કોર્ટનું અવલોકન
(એજન્સી)નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે હાલમાં જ અશ્લીલ પ્રકારના ‘અપશબ્દો’ બોલવા અંગે એક સીમાચીહ્નરૂપ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટને બેન્ચે પોતાના ચુકાદામાં કહયું કે આધુનીક યુગમાં ઉગ્ર ચર્ચા દરમ્યાન બાસ્ટર્ડ કે બેશરમ જેવા શબ્દોની પ્રયોગ સામાન્ય બની ગયો છે. આવા શબ્દો કોઈની કામુક રૂચી જગાડવા માટે પુરતા નથી. માત્ર અપશબ્દો બોલવા એ કાયદાની નજરમાં અશ્લીલતા નથી.
સુપ્રીમ કોર્ટના જસ્ટીસ પી.એસ. નરસિમા અને જસ્ટીસ મનોજ મિશ્રાની બેન્ચે સ્પષ્ટતા કરી કે કાયદાની કલમ ર૯૪ હેઠળ ગુનો ત્યારે જ બને જો શબ્દોમાં કોઈ જાતીય કે કામુક તત્વો રહેવું હોય સુપ્રીમ કોર્ટે નોધ્યું કે આઈપીસીમાં અશ્લીલ શબ્દની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી.
જોકે, કલમ ર૯ર મુજબ અશ્લીલતામાં એવી સામગ્રીનો સમાવેશ થાય છે. જે કામુક જગાડે આ સાથે સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના ઓ આદેશને રદ કર્યો છે જેમાં બે વ્યકિતઓને કલમ ર૯૪ બી હેઠળ દોષીત ઠેરાવવામાં આવ્યા હતા.
આ કેસ પારીવારીક મિલકતના વિવાદ સાથે જોડાયેલા હતો. જમીન પર વાડ લગાવવા બાબતે થયેલી બોલાચાલીમાં આરોપીઓને કથીત રીતે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. રાજય સરકારે દલીલ કરી હતી કે ગાળો આપવી એ દલીલ ફગાવી દીધી હતી. કોર્ટે કહયું કે આ શબ્દોમાં કોઈ જાતીય તત્વ ન હોવાથી તેને અશ્લીલ માની શકાય નહી. તેવી આરોપીઓની સજા ટકી શકે તેમ નથી.
