Western Times News

Gujarati News

આમિર ખાને પુત્ર જુનૈદ ખાનની ફિલ્મ ‘એક દિન’નો ક્લાઈમેક્સ ફરી લખ્યો

મન્સૂર ખાને કારણ જણાવતા કહ્યું, આમિરને અંત અંગે શંકા હતી

ફિલ્મ જુનૈદ ખાનની મુખ્ય અભિનેતા તરીકે ત્રીજી ફિલ્મ છે અને સાઈ પલ્લવીની બોલિવૂડ ડેબ્યુ પણ છે

મુંબઈ, આમિર ખાનના પુત્ર જુનૈદ ખાની રોમેન્ટિક ડ્રામા ‘એક દિન’માં સાઈ પલ્લવી સાથેની ફિલ્મ આવી રહી છે. તાજેતરમાં મન્સૂર ખાને એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યાે કે આમિરને ફિલ્મના ક્લાઈમેક્સ અંગે શંકા હતી, જેના કારણે તેણે અંત ફરી લખ્યો છે. જ્યારે મન્સૂર ખાનને પૂછવામાં આવ્યું કે શું ‘એક દિન’ દરમિયાન આમિર સાથે મતભેદ થયો હતો, ત્યારે તેમણે કહ્યુંઃ “હું આજે ફિલ્મો બહુ જોતો નથી, પરંતુ મારી સમજણ હજુ પણ સારી છે. હું માનું છું કે કેટલાક સીનને વધારે દેખાડા કરતાં સંયમથી રજૂ કરવા જોઈએ. મને વાર્તાની સારી સમજ છે.

મેં તેમને કહ્યું કે હું મદદ કરવા આવ્યો છું અને જે બાબતો મને મહત્વની લાગશે તે હું કહીશ.”આગળ મનસૂર ખાને કહ્યું, “અમે ‘એક દિન’ના અંતમાં જાપાનમાં એક ગીત શૂટ કર્યું હતું. આમિરે એનાં કેટલાંક ટૂકડાં જોયા પછી કહ્યું કે પહેલા ગીતમાં છોકરી રડી રહી હતી અને છેલ્લા ગીતમાં પણ રડી રહી છે. તેણે કહ્યું કે છેલ્લું ગીત એવું હોવું જોઈએ જેમાં તે ફરીથી છોકરાને પ્રેમ કરવા લાગે. પરંતુ મને ખબર હતી કે સુનીલ પાંડે શું ઇચ્છે છે, એટલે મેં તેને સપોર્ટ કર્યાે.”આ અંગે મનસૂરે કહ્યું, “આમિરે મજાકમાં કહ્યું કે ‘જો તમે લોકો ભૂલ કરશો તો હું તમને ફરી જાપાન મોકલીશ.’ પરંતુ જ્યારે તેમણે આખું ગીત જોયું, ત્યારે તેમણે અમારી વાત માની.”

મન્સૂરે વધુમાં જણાવ્યું, “આમિરને ક્લાઈમેક્સ અંગે પણ શંકા હતી. તેણે એ ફરી લખ્યો અને પછી અમને સમજાયું કે તે સાચો હતો. આ જ અમારી વચ્ચેનો સહકાર દર્શાવે છે.” મન્સૂર ખાને અગાઉ આમિર ખાનને ‘કયામત સે કયામત તક’ અને ‘જો જીતે વોહી સિકંદર’ જેવી ફિલ્મોમાં ડિરેક્ટ કર્યાે હતો, જે બંને મોટી હિટ સાબિત થઈ હતી. ‘એક દિન’ પહેલાં તેમણે ‘જાને તુ… યા જાને ના’ પણ પ્રોડ્યુસ કરી હતી., જેમાં ઇમરાન ખાને બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. ‘એક દિન’નું દિગ્દર્શન સુનીલ પાંડે દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ મન્સૂર ખાન, આમિર ખાન અને અપર્ણા પુરોહિત દ્વારા આમિર ખાન પ્રોડક્શન્સ હેઠળ કરવામાં આવી રહ્યું છે.

આ ફિલ્મ ૨૦૧૬ની થાઈ ફિલ્મ ‘વન ડે’ની રીમેક છે. વાર્તા એક એવા યુવકની છે જે પોતાની સહકર્મીને પ્રેમ કરે છે, પરંતુ તેનામાં પોતાના ભાવ વ્યક્ત કરવાની હિંમત નથી. તે માત્ર એક દિવસ તેની સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરે છે — અને આશ્ચર્યજનક રીતે તેની ઇચ્છા સાચી પડે છે. આ ફિલ્મ જુનૈદ ખાનની મુખ્ય અભિનેતા તરીકે ત્રીજી ફિલ્મ છે અને સાઈ પલ્લવીની બોલિવૂડ ડેબ્યુ પણ છે. ‘એક દિન’ ૧ મે, ૨૦૨૬ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.