ઈરાનીઓ સારી દાનતથી વાટાઘાટો કરવા તૈયાર હશે, તો અમે મિત્રતાનો હાથ લંબાવવા તૈયારઃ જે.ડી. વાન્સ
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ ઈસ્લામાબાદ પહોંચ્યા, મહત્વપૂર્ણ મંત્રણાનો પ્રારંભ
હિઝબુલ્લા પર ઈઝરાયેલના હુમલા અને સંભવિત કરારમાં લેબનોનની ભૂમિકા અંગેના મતભેદો આ પ્રક્રિયા માટે જોખમ ઊભું કરી શકે છે.
ઈસ્લામાબાદ, ૧૧ એપ્રિલ: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ શનિવારે સવારે અંદાજે ૧૧:૧૫ વાગ્યે (ભારતીય સમય મુજબ) ઈસ્લામાબાદ પહોંચ્યા છે. તેઓ અમેરિકા અને ઈરાન વચ્ચેની નિર્ણાયક વાટાઘાટો માટે અમેરિકી પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. Pakistan: US Vice President JD Vance arrived in Islamabad for peace talks with Iran.
આ સપ્તાહના અંતે સમગ્ર વિશ્વની નજર ઈસ્લામાબાદ પર ટકેલી છે, કારણ કે અમેરિકા અને ઈરાન વચ્ચે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો શરૂ થઈ રહી છે. આ મંત્રણાના પરિણામો મધ્ય પૂર્વમાં સ્થિરતા અને વૈશ્વિક અર્થતંત્ર પર મોટી અસર કરી શકે છે.
Breaking 🚨 JD vance safely reaches Pakistani borders pic.twitter.com/TmSUIB7gUZ
— Asif Ali (@AsifAli_Haider) April 10, 2026
‘એરફોર્સ ટુ’ વિમાન દ્વારા જોઈન્ટ બેઝ એન્ડ્રુઝથી રવાના થતા પહેલા પત્રકારો સાથે વાત કરતા વેન્સ આગામી ચર્ચાઓ અંગે આશાવાદી જણાયા હતા. તેમણે કહ્યું હતું કે, “અમે વાટાઘાટો માટે આતુર છીએ. મને લાગે છે કે તે સકારાત્મક રહેશે.”
વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે આ તબક્કામાં આ પ્રથમ ઔપચારિક જોડાણ છે, જે બે અઠવાડિયાના નાજુક યુદ્ધવિરામને કારણે શક્ય બન્યું છે. આ યુદ્ધવિરામથી પ્રદેશમાં હાલ પૂરતો તણાવ ઓછો થયો છે.
આ સમાચાર પણ વાંચો
મારી હિન્દુ પત્નીનો ધર્મ પરિવર્તનનો કોઈ ઈરાદો નથી : જે ડી વાન્સ
જોકે, અનિશ્ચિતતા હજુ પણ તોળાઈ રહી છે, ખાસ કરીને હિઝબુલ્લા પર ઈઝરાયેલના હુમલા અને સંભવિત કરારમાં લેબનોનની ભૂમિકા અંગેના મતભેદો આ પ્રક્રિયા માટે જોખમ ઊભું કરી શકે છે.
અમેરિકા તરફથી ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળમાં ઉપરાષ્ટ્રપતિ વેન્સ ઉપરાંત વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશ્નર સામેલ છે. વ્હાઇટ હાઉસના સ્પષ્ટ નિર્દેશો સાથે આ ટીમ વાટાઘાટોમાં માળખાગત ફ્રેમવર્ક માટે ભાર મૂકે તેવી અપેક્ષા છે.
વહીવટીતંત્રના વલણને દોહરાવતા વેન્સે કહ્યું કે, “અમે મંત્રણા માટે આશાવાદી છીએ. મને લાગે છે કે તેનું પરિણામ હકારાત્મક આવશે.”
તેમણે ઉમેર્યું હતું કે અમેરિકાનો અભિગમ ઈરાનના ઈરાદા પર નિર્ભર રહેશે. વેન્સે જણાવ્યું કે, “યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિએ કહ્યું છે તેમ, જો ઈરાનીઓ શુદ્ધ દાનતથી વાટાઘાટો કરવા તૈયાર હશે, તો અમે ચોક્કસપણે મિત્રતાનો હાથ લંબાવવા તૈયાર છીએ. પરંતુ જો તેઓ અમારી સાથે રમત રમવાની કોશિશ કરશે, તો તેમને સમજાશે કે અમારી વાટાઘાટ ટીમ તે બાબતે જરા પણ ઉદાર નથી.”
તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રતિનિધિ મંડળ નિર્ધારિત માર્ગદર્શિકા સાથે વાટાઘાટોમાં પ્રવેશી રહ્યું છે. “અમે સકારાત્મક મંત્રણા કરવાનો પ્રયાસ કરીશું. રાષ્ટ્રપતિએ અમને કેટલીક સ્પષ્ટ માર્ગદર્શિકા આપી છે, અને હવે જોઈએ છીએ કે શું થાય છે,” તેમ તેમણે કહ્યું હતું.
બીજી તરફ, ઈરાની પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી કરશે.
