Western Times News

Gujarati News

ભૂત બંગલાને સેન્સરે યૂએ૧૬+ સર્ટિફિકેટ આપ્યું

મુંબઈ, બોક્સ ઓફિસ પર ધુરંધર ૨ની શાનદાર સફળતા બાદ હવે ઇન્ડસ્ટ્રીની નજર આગામી મોટી ફિલ્મ ભૂત બંગલા પર છે. આ હોરર-કોમેડી ફિલ્મ ૧૭ એપ્રિલે રિલીઝ થવાની છે, જ્યારે ૧૬ એપ્રિલથી તેનાં પેઇડ પ્રિવ્યૂ શરૂ થશે. ફિલ્મનાં નિર્માતાઓએ સેન્સર પ્રક્રિયા સમય પહેલાં પૂર્ણ કરી દીધી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા ફિલ્મને યૂએ૧૬+ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, પરંતુ સાથે જ કેટલાક ફેરફારો કરવાની સૂચના આપવામાં આવી હતી. ૨૬મી મિનિટે આવેલ એક અશ્લીલ શબ્દ બદલવામાં આવ્યો હતો. ઉપરાંત, લગભગ એક કલાક પછી આવતાં કેટલાક અન્ય અશ્લીલ શબ્દોને પણ બદલવા કહેવામાં આવ્યું હતું. ફિલ્મના અંતમાં સબટાઇટલમાં આવેલા અશ્લીલ શબ્દને પણ દૂર કરવાની સૂચના પણ આપવામાં આવી હતી.

ફિલ્મનાં પ્રથમ ભાગમાં મહિલાઓ અંગે કરાયેલ અપમાનજનક ઉલ્લેખને પણ બદલવામાં આવ્યો છે. સાથે જ ધાર્મિક અને અંધશ્રદ્ધા સંબંધિત સંદર્ભાે માટે ડિસ્ક્લેમર ઉમેરવાની સૂચના આપવામાં આવી હતી. આ તમામ ફેરફારો બાદ ૨ એપ્રિલે ફિલ્મને સત્તાવાર સેન્સર સર્ટિફિકેટ મળ્યું છે. શરૂઆતમાં ફિલ્મનો સમય ૧૭૪.૫૭ મિનિટ હતો, એટલે કે ૨ કલાક ૫૪ મિનિટ અને ૫૭ સેકન્ડ.ત્યારબાદ, નિર્માતાઓએ સ્વૈચ્છિક રીતે ફિલ્મમાં વધુ કટ્‌સ કરીને ફરીથી સેન્સરનો સંપર્ક કર્યાે.

૧૧ એપ્રિલે આ ફેરફારો મંજૂર કરવામાં આવ્યા. કુલ ૬૩ સીનમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં કેટલાક સીન માત્ર થોડા સેકન્ડ માટે ટૂંકા કરવામાં આવ્યા છે. સૌથી મોટો કટ ૭૨ સેકન્ડનો હતો, જે ‘ઓ સુંદરી’ ગીતના એક ભાગમાંથી કાપવામાં આવ્યો. ઉપરાંત, ‘ઓ રે સાંવરિયા’ ગીતમાંથી ૨૭ સેકન્ડ દૂર કરવામાં આવી છે. આ ફેરફારો બાદ ફિલ્મનો કુલ સમય ૧૦ મિનિટ અને ૫ સેકન્ડ ઓછો થયો છે. હવે ફિલ્મનો ફાઇનલ સમય ૧૬૪.૫૨ મિનિટ છે, એટલે કે ૨ કલાક ૪૪ મિનિટ અને ૫૨ સેકન્ડ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.