Western Times News

Gujarati News

મને હિરોના મિત્રના રોલમાં બાંધી દિધો હતો: વિજય વર્મા

મુંબઈ, વિજય વર્માએ તેની કારકિર્દીના શરૂઆતના દિવસોને યાદ કર્યા, જ્યારે ગલ્લી બોયની સફળતા પહેલાં તે સંઘર્ષ કરી રહ્યો હતો. તે એક સમયે અમિતાભ બચ્ચન સાથે ચાર્ટર્ડ પ્લેનમાં મુસાફરી કરી ચૂક્યો છે, તેણે એવા સમયનો સામનો કર્યાે હતો જ્યારે તેની પાસે કોઈ કામ નહોતું.

એક નવા ઇન્ટરવ્યુમાં તેણે આ દિવસોની વાત કરી હતી.વિજય હાલમાં તેની પ્રાઇમ વિડિયો સિરીઝ મટકા કિંગની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. તેના પ્રમોશન દરમિયાન, તેણે ઇન્ટરવ્યુમાં જુની વાત કરતા યાદ કર્યું કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ પ્રીમિયર થયા પછી પણ તે કામ વગર બેઠો રહ્યો હતો.વિજયે કહ્યું, “હું પહેલી વાર કાન્સ ગયો હતો મારી ફિલ્મ મોન્સૂન શૂટઆઉટ સાથે, ત્યારે મારી કોઈ ફિલ્મ રિલીઝ પણ થઈ નહોતી.

આથી મોટો ધમાકો શું હોઈ શકે? પરંતુ તે પછી હું ઘણા વર્ષાે સુધી કામ વગર બેઠો રહ્યો.”ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા માંથી ગ્રેજ્યુએટ થયેલા વિજયે પિંક, રાગ દેશ, મંટો અને મિડલ ક્લાસ અબ્બાયી જેવી ફિલ્મોમાં નાના રોલ કર્યા હતા, ત્યારબાદ ઝોયા અખ્તરની ગલ્લી બોયમાં તેને મહત્વપૂર્ણ બ્રેક મળ્યો હતો.

પરંતુ સફળતા પછી પણ તેને ટાઇપકાસ્ટિંગનો સામનો કરવો પડ્યો હતો.વિજયે કહ્યું, “કોઈ કામ ન હોવાથી લઈને નાના રોલ કરવા અને પછી તેમાં જ સીમિત થઈ જવું — આમાંથી બહાર આવવું મુશ્કેલ હતું. મને હીરોને હાઈ-ફાઈવ આપતા મિત્ર તરીકે અથવા નાના ભાગોમાં જ બાંધી દીધો હતો. પછી મને એક મોટો વિલન રોલ ઓફર થયો અને મને એ કેટેગરીમાં જ મજબૂત રીતે બાંધી દીધો. મેં વિચાર્યું, ‘હું આથી મોટો છું, હું વધુ કરી શકું છું.’

જ્યારે પણ કોઈ મને કોઈ ચોક્કસ ળેમમાં બંધવાનો પ્રયત્ન કરે છે, ત્યારે મારી પ્રકૃતિ એ ળેમ તોડી નાખવાની છે.” છેલ્લા કેટલાક વર્ષાેમાં, વિજયે ડા‹લગ્સ, દહાડ અને મિર્ઝાપુર જેવી ફિલ્મો અને સિરીઝમાં પોતાના કામ માટે પ્રશંસા મેળવી છે.

હવે તે મટકા કિંગમાં એક જુગાર અડ્ડાના બોસની ભૂમિકા ભજવશે, જે વાસ્તવિક જીવનથી પ્રેરિત છે. તેમાં કૃતિકા કામરા, ગુલશન ગ્રોવર, સાઈ તમણકર, સિદ્ધાર્થ જાધવ, ગિરિશ કુલકર્ણી અને જેમી લિવર પણ મહત્વની ભૂમિકામાં છે. આ શો ૧૭ એપ્રિલે એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.