Western Times News

Gujarati News

કરીનાએ એરપોર્ટ પર લાઈન તોડતાં ભારે ટ્રોલ થઈ

મુંબઈ, કરીના કપૂર એરપોર્ટ પર લાઈનને અવગણીને આગળ વધી ગઈ હોવાનો એક વિડીયો વાયરલ થયા બાદ તેને ભારે ટ્રોલ કરાઈ હતી. કરીના એરપોર્ટમાં લાઈન હોવા છતાં તેને અવગણીને સિક્યોરિટી ગાર્ડને આઈડી બતાવી અંદર પ્રવેશી ગઈ હોવાનું વિડીયોમાં દર્શાવાયું હતું. ત્યારબાદ લોકોએ આ વિડીયો પર જાત ભાતની ટિપ્પણી કરી હતી.

લોકોએ કહ્યું હતું કે સિનિયર સિટિઝન પણ લાઈનમાં ઊભા હોય છે. અનેક બીમાર તથા દિવ્યાંગ લોકો પણ લાઈનમાં હોય છે ત્યારે કરીનાનું આ વલણ વખોડવા લાયક છે. તેને બહુ મોડું થઈ ગયું હોય તો કમસેકમ તે અન્ય લોકોને વિનંતી પણ કરી શકી હોત. જોકે, આ વિડીયો અંગે કરીનાનો કોઈ પ્રતિભાવ આવ્યો નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.