Western Times News

Gujarati News

ટાઈગર શ્રોફ ધૂમ ૩ના ડિરેક્ટર સાથે એક્શન ફિલ્મ કરશે

મુંબઈ, ટાઈગર શ્રોફ હાલના પ્રોજેક્ટ પૂર્ણ કર્યા બાદ ધૂમ ૩ ફિલ્મથી જાણીતા ડિરેક્ટર વિજય કૃષ્ણ આચાર્ય સાથે એક એક્શન ફિલ્મ માટે જોડાશે એવા અહેવાલો છે.

આ એક મોટા સ્કેલની એક્શન એન્ટરટેઇનર ફિલ્મ હશે. હાલમાં ફિલ્મ પ્રી-પ્રોડક્શનનાં તબક્કામાં છે અને આૅગસ્ટ ૨૦૨૬થી શૂટિંગ શરૂ થવાની યોજના છે.પ્રોજેક્ટ સાથે જોડાયેલા સુત્રના જણાવ્યા મુજબ, “ટાઈગર હાલમાં જોરદાર ફોર્મમાં છે અને વિવિધ જોનરની ઘણી ફિલ્મ સાઇન કરી રહ્યો છે. વિજય કૃષ્ણ આચાર્ય સાથેની આ ફિલ્મ તેના લાઇનઅપમાં સૌથી રસપ્રદ પ્રોજેક્ટ્‌સમાંની એક છે.

આ સંપૂર્ણ એક્શનથી ભરપૂર ફિલ્મ છે. આ ફિલ્મ માટે એક્શન ખૂબ જ સ્ટાઇલિશ રીતે ડિઝાઇન કરવામાં આવી રહી છે, મોટા સ્તરે બનાવવામાં આવી રહી છે અને ભારતીય સિનેમામાં અગાઉ ક્યારેય ન જોવાયેલી હોય એવી એક્શન ફિલ્મ હશે.”હજુ હાલમાં આ ફિલ્મનું નામ નક્કી થયું નથી, આ ફિલ્મ એક્શન અને સ્કેલના મામલે નવાં માપદંડો ઉભા કરશે એવું માનવામાં આવે છે.

વિજય કૃષ્ણ આચાર્ય એવી સિક્વન્સ તૈયાર કરી રહ્યા છે જે દર્શકોને એક અનોખો સિનેમેટિક અનુભવ આપશે. ખાસ વાત એ છે કે નિર્માતાઓ ટાઈગર શ્રોફને એક નવા અવતારમાં રજૂ કરવા માંગે છે, જે દર્શકોને ચોંકાવી દેશે.સુત્રે વધુમાં ઉમેર્યું, “આ ફિલ્મમાં ટાઈગર એક્શનના નવા ક્ષેત્રમાં પ્રવેશ કરશે. હેતુ એ છે કે તેની ઇમેજમાં નવીનતા લાવવામાં આવે અને તેની શારિરીક ક્ષમતાઓ અને અભિનયને નવી ઊંચાઈએ લઈ જવામાં આવે.”

આ ફિલ્મ વિનોદ ભાનુશાલી અને ટોની ડી’સૂઝા પ્રોડ્યુસ કરશે અને ૨૦૨૭માં ભવ્ય થિયેટ્રિકલ રિલીઝ કરવાની યોજના છે. હાલમાં, ટાઈગર પ્રોડ્યુસર મુરાદ ખેતાંનીની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે, જેનું ડિરેક્શન સચિન રવિ કરે છે.સુત્રએ જણાવ્યું કે, “જેવી ટાઈગર પોતાની હાલની એક્શન ફિલ્મ પૂરી કરશે, પછી તે સીધો જ વિજય સાથેની આ ફિલ્મમાં જોડાઈ જશે. આ તેના માટે આગામી મોટી મહત્વની ફિલ્મ છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.