Western Times News

Gujarati News

કાણોદરમાં ઓઇલ મિલના બોઇલરમાં બ્લાસ્ટ થતાં સાત શ્રમિકો દાઝ્યા

પાલનપુર, પાલનપુર તાલુકાના કાણોદર હાઇવે પર આવેલી ઓઇલ મિલમાં સાંજના સમયે અચાનક બોઇલર ફાટતાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં અહીં કામ કરતા પરપ્રાંતીય સાત મજૂરો આગમાં લપેટાયા હતા.

જેમાં ત્રણ મજૂર ગંભીર રીતે દાઝ્યા હતા. જ્યારે ચાર મજૂર સામાન્ય ઘાયલ થયા હતા. ઘટનાને પગલે અફરા તફરી મચી જવા પામી હતી. જેમાંથી ત્રણ ગંભીર રીતે ઘાયલને અમદાવાદ રિફર કરાયા હતા. પાલનપુરના કાણોદર ગામે આવેલી આદર્શ પ્રાઇવેટ લિમિટેડ કંપની નામની ઓઇલ મિલમાં શ્રમિકો પાસે કામ લેવામાં આવતું હતું. આ ઓઈલ મિલમાં બુધવારે મજૂરો કામ કરી રહ્યા હતા.

દરમિયાન એક પેટ્રોલ ભરેલું બોઇલર ચાલુ કરવા જતાં અચાનક આગની ચિંગારી પ્રસરતાં ભીષણ આગ ભભૂકી હતી. તમામ ઇજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં અહીં કામ કરતા ૧, રાજાકુમાર લાલનરામ (ઉં.વ ૨૦), ૨, વિપુલદાસ (ઉ.વ. ૨૪) , ૩, અંજલી કુમારી (ઉ.વ.૨૧), ૪, સુંદર કુમારી (ઉ.વ. ૪૫) અને અન્ય ત્રણ ગંભીર દાઝેલને અમદાવાદ ખસેડાયા (તમામ રહે.બિહાર)હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.