રણબીર કપૂરની ‘બ્રહ્માસ્ત્ર ૨’ ‘રામાયણ’ પછી આગળ વધશે
મુંબઈ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટની બ્રહ્માસ્ત્ર રિલીઝ થઈ એને ચાર વર્ષ વીતી ચૂક્યા છે અને હજુ તેના બીજા ભાગની રાહ જોવાઈ રહી છે. હવે નમિત મલ્હાત્રાએ કહ્યું છે કે બ્રહ્માસ્ત્ર પાર્ટ ટુ આગળ વધશે, પરંતુ તે રામાયણનું કામ પૂર્ણ થયા પછી જ આગળ વધશે.
પ્રોડ્યુસરે આ અપડેટ લાસ વેગાસમાં યોજાયેલા સિનેમાકોન ૨૦૨૬ દરમિયાન રામાયણના ગ્લોબલ પ્રોમોશનલ લોન્ચ દરમિયાન આપી, જ્યાં તે અભિનેતા યશ સાથે હાજર રહ્યા હતા.આ જાહેરાત પછી અસ્ટ્રાવર્સના આગામી ભાગ અંગે ફરી ઉત્સુકતા વધી છે, કારણ કે પ્રથમ ફિલ્મ ૨૦૨૨માં રિલીઝ થયાં પછી લગભગ ચાર વર્ષ થઈ ગયાં છે અને તેમાં દેવ અને અમૃતા પર આધારિત વાર્તાની ઝલક આપવામાં આવી હતી.
નમિત મલ્હાત્રાની આ માહિતી અસ્ટ્રાવર્સના ભવિષ્ય વિશે અત્યાર સુધીની સૌથી સ્પષ્ટ અપડેટમાંની એક છે, સાથે જ ડિરેક્ટર અયાન મુખર્જી બ્રહ્માસ્ત્રની રિલીઝ પછી આગળના વિકાસ અંગે સંકેતો આપતો રહ્યો છે.
પહેલા ભાગમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતાં અને ફિલ્મનાં અંતે દેવ અને અમૃતાનાં બેકગ્રાઉન્ડ વિશે ખુલાસો થયો હતો, જે ટ્રિલોજીના બીજા ભાગ માટેનો આધાર છે. ઓક્ટોબર ૨૦૨૫માં આયાને પર્વતોના પ્રવાસની કેટલીક તસવીરો શેર કર્યા પછી સિક્વલ અંગે અટકળો વધવા લાગી હતી. ચાહકોએ તેના હાથમાં સ્ક્રિપ્ટ જેવી વસ્તુ જોયી અને તેમાં પાર્ટ ૨ અને ‘ઓમ’ સંબંધિત હેશટેગ્સ પણ હતાં, જોકે તેણે તે સમયે કોઈ સત્તાવાર જાહેરાત કરી નહોતી.SS1MS
