Western Times News

Gujarati News

પતિ માટે પત્નીનું ભરણપોષણ કરવું ફરજિયાત છેઃ સુપ્રીમ કોર્ટ

Files Photo

ભરણપોષણ (મેઈન્ટેનન્સ) માત્ર નામ પૂરતું ન હોવું જોઈએ

પત્નીનું ભરણ-પોષણ ન્યાયસંગત, યોગ્ય અને બંને પક્ષોની સ્થિતિ તથા પતિની આર્થિક ક્ષમતા મુજબનું હોવું જોઇએ

નવી દિલ્હી,ભરણપોષણ માત્ર નામમાત્ર ન હોવું જોઈએ એવી નોંધ લઈને સર્વાેચ્ચ અદાલતે ગુરુવારે જણાવ્યું કે પતિ માટે પત્નીનું ભરણપોષણ કરવું એક પ્રાથમિક અને સતત અદા કરવાની ફરજ છે અને તે એવી રીતે બજાવવી જોઈએ જેથી કરીને પત્ની ગૌરવપૂર્ણરીતે પોતાનું જીવન જીવી શકે.જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેંચે જણાવ્યું હતું કે પત્નિનું પાલન-પોષણ ન્યાયસંગત, યોગ્ય અને પક્ષોની સ્થિતિ તેમજ પતિની આર્થિક ક્ષમતા મુજબ હોવું જોઈએ. કોર્ટે જણાવ્યું કે ભરણપોષણ (મેઈન્ટેનન્સ) માત્ર નામ પૂરતું ન હોવું જોઈએ.

તે યોગ્ય અને ન્યાયસંગત હોવું જોઈએ, અને પતિની આવક તથા બંને પક્ષની સ્થિતિ પ્રમાણે નક્કી થવું જોઈએ. કોર્ટે વધુમાં કહ્યું કે પત્નીને મળતું ભરણપોષણ એવું હોવું જોઈએ કે તે સન્માનથી પોતાનું જીવન ચલાવી શકે, અને લગ્ન દરમિયાન જે રીતે રહેતી હતી તે મુજબનું જીવન જીવવામાં મદદ મળે. સાથે જ કોર્ટે એ પણ જણાવ્યું કે પતિ પર વધારે બોજો ન પડે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. એટલે બંને પક્ષને ધ્યાનમાં રાખીને સંતુલિત નિર્ણય લેવો જરૂરી છે.આ મામલામાં, કોર્ટે મહિલાને મળતું ભરણપોષણ રૂ. ૧૫,૦૦૦ થી વધારીને રૂ.૨૫,૦૦૦ પ્રતિ મહિનો કર્યું. કેસ મુજબ, દંપતીએ મે ૨૦૨૩માં લગ્ન કર્યા હતા.

લગ્ન પછી પત્ની પતિ અને તેના પરિવાર સાથે રહેતી હતી, પરંતુ સંબંધો સારા રહ્યા નહોતા. પત્નીના કહેવા પ્રમાણે તેને અવગણના અને માનસિક તેમજ શારીરિક તકલીફો સહન કરવી પડી. એક વર્ષમાં જ પત્નીને ઘર છોડવું પડ્યું અને તે પોતાના માતા-પિતાના ઘરે રહેવા લાગી. હાલ તેની પાસે પોતાની કોઈ આવક નથી. પત્નીએ કોર્ટમાં અરજી કરીને રૂ.૫૦,૦૦૦ પ્રતિ મહિના ભરણપોષણની માંગ કરી હતી, પરંતુ નીચલી અદાલતે પહેલા ૮,૦૦૦ પ્રતિ મહિનો આપવાનો નિર્ણય કર્યાે હતો.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.