ભારતનું ફાર્મા સેક્ટરઃ નવીનતા અને યુવાનો માટે નવું ક્ષિતિજ
ભારત આજે દુનિયાની ‘ફાર્મસી’ તરીકે પોતાની ઓળખ મજબૂત કરી ચૂક્યું છે, અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને અનુરૂપ હવે આપણે માત્ર જેનરિક દવા બનાવનારા દેશથી આગળ વધીને એક ‘નવાચાર-આધારિત’ વૈશ્વિક શક્તિ બનવાની દિશામાં અગ્રેસર છીએ.
અમારી સરકારનો ઉદ્દેશ્ય એવી નીતિઓ બનાવવાનો છે જેનાથી દેશના દરેક નાગરિકને ઓછી કિંમતમાં ગુણવત્તાયુક્ત દવાઓ મળી શકે. સાથે જ સરકાર નિરંતર સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપી રહી છે અને ભારતીય ફાર્મા ઉદ્યોગને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે કામ કરી રહી છે.
ભારતની અત્યાર સુધીની સફળતા તેની ઉત્પાદન ક્ષમતા, ખર્ચ કાર્યક્ષમતા અને ગુણવત્તાના ધોરણો પર આધારિત રહી છે. વિશ્વની લગભગ ૨૦ ટકા જેનરિક દવાઓ અને ૬૦ ટકા વેક્સિન સપ્લાય સાથે દેશે વૈશ્વિક સ્વાસ્થ્ય સુરક્ષામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ૮ થી ૧૦ વર્ષમાં દેશને ઉચ્ચ-મૂલ્ય, નવાચાર-આધારિત બાયોફાર્મા અને અદ્યતન ચિકિત્સીય ઉત્પાદનોનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
તેની આધારશિલા તરીકે તાજેતરના કેન્દ્રીય બજેટમાં જાહેર કરાયેલ ?૧૦,૦૦૦ કરોડની ‘બાયોફાર્મા શક્તિ’ પહેલ મહત્વપૂર્ણ છે. આ કાર્યક્રમ દેશમાં વૈજ્ઞાનિક સંશોધન, નવાચાર આધારિત ઉદ્યોગો અને આગામી પેઢીની દવાઓના વિકાસને ગતિ પ્રદાન કરશે.
આર્થિક આંકડા પણ એ વાત દર્શાવે છે કે ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ વર્તમાનમાં ૫૦ અબજ ડોલરનો છે. જે રફ્તારથી આપણે આગળ વધી રહ્યા છીએ, ૨૦૩૦ સુધીમાં તે ૧૩૦ અબજ ડોલર સુધી પહોંચવાની પૂરેપૂરી સંભાવના છે. આને માત્ર સંખ્યા નહીં, પરંતુ દેશના લાખો યુવાનો માટે વધુ સારા ભવિષ્યના રોડમેપ તરીકે પણ જોવાની જરૂર છે.
વર્તમાનમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ૩૦ લાખથી વધુ લોકોને રોજગાર આપી રહ્યો છે. ૨૦૩૦ સુધીમાં હેલ્થકેર અને ફાર્મા ક્ષેત્રમાં ૨૦ થી ૨૫ લાખ નવા રોજગાર સર્જાય તેવી અપેક્ષા છે. બાયોફાર્મા, મેડટેક અને ક્લિનિકલ રિસર્ચ જેવા ઉભરતા ક્ષેત્રોએ સંભાવનાઓના નવા દ્વાર ખોલી દીધા છે.
અમારી સરકારનું માનવું છે કે યુવાનોની સફળતાનો પાયો એક મજબૂત શૈક્ષણિક માળખા પર ટકેલો હોય છે. આ વિઝનને ધ્યાનમાં રાખતા, કેન્દ્રીય બજેટમાં ફાર્મા સેક્ટર માટે બીજા પણ અનેક ક્રાંતિકારી પગલાં ભરવામાં આવ્યા છે.
સરકારે દેશમાં ત્રણ નવી રાષ્ટ્રીય ઔષધીય શિક્ષણ અને સંશોધન સંસ્થાઓ (નાઈપર – દ્ગૈંઁઈઇ) સ્થાપવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ, વર્તમાનમાં કાર્યરત સાત નાઈપર સંસ્થાઓને અપગ્રેડ કરવામાં આવી રહી છે. આ સાત સંસ્થાઓમાં ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ ની સ્થાપના કરવામાં આવી છે, જે સંશોધન અને વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
આ કેન્દ્રોના માધ્યમથી વિશેષ ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, નાઈપર મોહાલીમાં એન્ટી-વાયરલ અને એન્ટી-બેક્ટેરિયલ દવાઓની શોધ અને વિકાસ, નાઈપર અમદાવાદમાં મેડિકલ ડિવાઈસીસ, નાઈપર હૈદરાબાદમાં બલ્ક ડ્રગ્સ, નાઈપર કોલકાતામાં ફ્લો કેમેસ્ટ્રી અને સતત ઉત્પાદન, નાઈપર રાયબરેલીમાં નોબેલ ડ્રગ ડિલિવરી સિસ્ટમ, નાઈપર ગુવાહાટીમાં ફાયટોફાર્માસ્યુટિકલ્સ તથા નાઈપર હાજીપુરમાં બાયોલોજિકલ થેરાપ્યુટિક્સ પર સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપિત કરવામાં આવ્યા છે.
આ સંસ્થાઓનો સીધો લાભ આપણા વિદ્યાર્થીઓને મળશે. નાઈપર માત્ર ડિગ્રી આપનારી સંસ્થાઓ નહીં રહી જાય, પરંતુ તે એવા કેન્દ્રો બનશે જ્યાં છાત્રો ઉદ્યોગના વાસ્તવિક પડકારો પર કામ કરશે. આનાથી આપણા વિદ્યાર્થીઓ માત્ર ‘જોબ સીકર’ (નોકરી શોધનારા) નહીં પરંતુ ‘જોબ ક્રિએટર’ (નોકરી આપનારા) અને નવાચારી બનશે.
બદલાતા સમયમાં કામ કરવાની પદ્ધતિઓ બદલાઈ રહી છે. અનુમાન છે કે ૨૦૩૦ સુધીમાં ફાર્મા સેક્ટરના લગભગ ૩૦-૩૫ ટકા કાર્યબળને રી-સ્કિલિંગ એટલે કે નવા કૌશલ્યો શીખવાની જરૂર પડશે. કેર ડિલિવરી, રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગની વ્યાખ્યાઓ બદલાઈ રહી છે. ડેટા વિશ્લેષણ, ડિજિટલ હેલ્થ અને નિયામક બાબતોમાં ઉચ્ચ કૌશલ્ય ધરાવતા યુવાનોની માંગ ઝડપથી વધશે. અમારી સરકારનું ધ્યાન આ ‘સ્કિલ ગેપ’ (કૌશલ્યની ખામી) ને ભરવા પર છે. અમે ઈચ્છીએ છીએ કે આપણા વિદ્યાર્થીઓ ક્લિનિકલ રિસર્ચ, સંશોધન અને વિકાસમાં વિશ્વ સ્તરીય તાલીમ પ્રાપ્ત કરે.
શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેનું અંતર ઓછું કરવું એ અમારી પ્રાથમિકતા છે. જ્યાં સુધી આપણી કોલેજોમાં ભણાવવામાં આવતો અભ્યાસક્રમ અને ઉદ્યોગની જરૂરિયાતો એકસમાન નહીં હોય, ત્યાં સુધી આપણે ‘જનસાંખ્યિક લાભાંશ’ નો પૂરો લાભ નહીં ઉઠાવી શકીએ.
એટલા માટે જ, અમે ‘ઉદ્યોગ-શૈક્ષણિક ભાગીદારી’ ને મજબૂત કરી રહ્યા છીએ. આ જ દિશામાં, શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે તાલમેલ બેસાડવા માટે નાઈપર અને ઉદ્યોગ વચ્ચે ૩૫૬ ર્સ્ેંપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સાથે જ સ્કિલ ડેવલપમેન્ટ મિશન દ્વારા વિદ્યાર્થીઓને સીધા કંપનીઓ સાથે જોડાવાની તકો આપવામાં આવી રહી છે. આનાથી માત્ર યુવાનોની રોજગાર
ક્ષમતા જ નહીં વધે, પરંતુ ભારત એક ગ્લોબલ ઇનોવેશન હબ બનશે. ઔષધ ક્ષેત્રનો વિકાસ જીડીપી વધારવાની સાથે-સાથે દેશના યુવાનોને સશક્ત બનાવવાનું પણ એક મિશન છે. જ્ઞાન-આધારિત અર્થતંત્રનો પાયો આપણા યુવા વૈજ્ઞાનિકો, સંશોધકો અને વ્યાવસાયિકોના ખભા પર રહેલો છે. નાઈપરનો વિસ્તાર અને બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓ આ વાતનું પ્રમાણ છે.
અમે એક એવી ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ જ્યાં એક વિદ્યાર્થી પોતાની પ્રતિભા અને સખત મહેનતથી વૈશ્વિક સ્તરે પરિવર્તન લાવી શકે. ભારતના ઔષધ ક્ષેત્રનો આ સુવર્ણ યુગ આપણા યુવાનો માટે એક મહત્વપૂર્ણ અવસર પ્રસ્તુત કરે છે, જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત જ્ર૨૦૪૭’ ના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મજબૂત આધાર તૈયાર કરી રહ્યો છે. – શ્રીમતી અનુપ્રિયા પટેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રાલયમાં રાજ્ય મંત્રી
