ટેસ્લાના ઈલોન મસ્ક દુનિયાના સૌથી ધનિકઃ ગૌતમ અદાણી એશિયામાં પ્રથમ ક્રમે
નવી દિલ્હી, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી તેમના દેશબંધુ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, અદાણીની કુલ સંપત્તિ હવે $૯૨.૬ બિલિયન સુધી પહોંચી ગઈ છે.
આ વર્ષે, તેમની કુલ સંપત્તિ $૮.૧૦ બિલિયન વધીને તેઓ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ૧૯મા ક્રમે છે. બીજી તરફ, અંબાણીની કુલ સંપત્તિ $૯૦.૮ બિલિયન રહી છે, જે આ વર્ષે $૧૬.૯ બિલિયનનો ઘટાડો છે.
ગુરુવારે ભારતીય શેરબજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ ૧૨૩ પોઈન્ટ ઘટીને બંધ થયો. જોકે, અદાણી ગ્રુપના શેર વધ્યા, જેના કારણે અદાણીની કુલ સંપત્તિ $૩.૫૬ બિલિયન વધી. અંબાણીની કુલ સંપત્તિ $૭૬.૭ મિલિયન વધી. રિલાયન્સના શેર ગઈકાલે ફલેટ બંધ થયા. અંબાણી એશિયામાં બીજા ક્રમે અને વૈશ્વિક સ્તરે ૨૦મા ક્રમે છે.
આ વર્ષે, વિશ્વના ટોચના ૨૦ ધનિકોમાંથી સાત લોકોની કુલ સંપત્તિમાં ઘટાડો થયો છે. ફ્રેન્ચ ઉદ્યોગપતિ બર્નાર્ડ આર્નોલ્ટે સૌથી વધુ ગુમાવ્યા છે, તેમણે $૪૪ બિલિયન ગુમાવ્યા છે. આ યાદીમાં આર્નોલ્ટ ઉપરાંત, સ્ટીવ બાલ્મર, ઓરેકલના સ્થાપક લેરી એલિસન, માઇક્રોસોફટના સહ-સ્થાપક બિલ ગેટ્સ, પ્રખ્યાત રોકાણકાર વોરેન બફેટ, સ્પેનિશ ઉદ્યોગપતિ અમાનસિઓ ઓર્ટેગા અને મુકેશ અંબાણીનો સમાવેશ થાય છે.
મુકેશ અંબાણીને પાછળ છોડીને આ સ્થાન પ્રાપ્ત કર્યું, અદાનીની કુલ સંપત્તિ $૯૨.૬ બિલિયન સુધી પહોંચી, અંબાણીની કુલ સંપત્તિ $૯૦.૮ બિલિયન રહી
એલન મસ્ક $૬૫૬ બિલિયન સાથે યાદીમાં ટોચ પર છે. આ વર્ષે તેમની કુલ સંપત્તિ $૩૬.૭ બિલિયન વધી છે. ગૂગલના સહ-સ્થાપક લેરી પેજ $૨૮૬ બિલિયનની કુલ સંપત્તિ સાથે યાદીમાં બીજા ક્રમે છે. એમેઝોનના જેફ બેઝોસ ($૨૬૯ બિલિયન), સેર્ગેઈ બ્રિન ( $૨૬૬ બિલિયન), માર્ક ઝુકરબર્ગ ( $૨૩૯ બિલિયન), લેરી એલિસન ( $૨૩૦ બિલિયન), માઈકલ ડેલ ( $૧૭૦ બિલિયન), જેન્સન હુઆંગ ( $૧૬૪ બિલિયન), બર્નાર્ડ આર્નોલ્ટ ( $૧૬૪ બિલિયન) અને જીમ વોલ્ટન ( $૧૫૦ બિલિયન) પણ ટોચના ૧૦ માં સ્થાન ધરાવે છે. ગૌતમ અદાનીની કુલ સંપત્તિ $૯૨.૬ બિલિયન સુધી પહોંચી, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ $૯૦.૮ બિલિયન પહોંચી છે.
