Western Times News

Gujarati News

રામ મંદિર અને સંસદ ભવન પર આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ

આઝમગઢ, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે મહારાષ્ટ્રના થાણે, કાંદિવલી સ્થિત આઝમી ચાલ પાસેથી ૩૨ વર્ષના મોસૈબ ઉર્ફ સોનૂ કલામની ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે.

તપાસમાં સામે આવ્યું છે કે મોસૈબ દિલ્હીમાં સંવેદનશીલ વિસ્તારોમાં રેકી કરી રહ્યો હતો. રેકી કરવા ઉપરાંત સોશિયલ મીડિયા પર કટ્ટરવાદનું નેટવર્ક પણ ફેલાવી રહ્યો હતો. દિલ્હી પોલીસે મોસૈબ પાસેથી સોશિયલ મીડિયા ગુÙપો દ્વારા ડિજિટલ સ્લીપર સેલ જોડવા, વિવિધ ગુÙપ પર રમકડાની કારમાં બોમ્બ, અન્ય બોમ્બ કેવી રીતે બનાવવા વગેરેની ચેટ ઝડપાઇ છે.

ધરપકડ કરાયેલ મોસૈબ જિહાદ ગઝવા-એ-હિન્દથી પ્રભાવીત હતો. આ સંગઠન અયોધ્યાના રામ મંદિર, નવુ સંસદ ભવન અને મુખ્ય સૈન્ય મથકો પર વિસ્ફોટ અથવા આત્મઘાતી હુમલાનું કાવતરુ ઘડી રહ્યું હતું. મુળ મહરાજગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના સિકંદપુરનો રહેવાસી મોસૈબનો પિતા ઇફ્તેકાર શેખ આશરે ૧૨ વર્ષ પહેલા અહીંયા પરિવાર સાથે રહેવા આવ્યા હતા. મોસૈબ ૧૫ વર્ષ પહેલા રોજગારીની શોધખોળમાં મહારાષ્ટ્ર જતો રહ્યો હતો.

જ્યાં તે પરિવારના લોકોની સાથે રહીને કામ કરવા લાગ્યો હતો. બાદમાં તેના પિતા અને પરિવારના અન્ય લોકો વિદેશ જતા રહ્યા હતા. હાલ મોસૈબની પૂછપરછ કરાઇ રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.