Western Times News

Gujarati News

આયુષ્માન-સારા ની ‘પતિ પત્ની ઔર વો દો’ ૧૫ મેએ રિલીઝ થશે

મુંબઈ, મુદસ્સર અઝીઝ દ્વારા ડિરેક્ટ થયેલી, આયુષ્માન ખુરાના, સારા અલી ખાન, વામિકા ગબ્બી અને વિજય રાઝની પતિ પત્ની ઔર વો દો આ મે મહિનામાં રિલીઝ થશે.

પ્રેક્ષકોને રાહ જોવડાવ્યા પછી, ફિલ્મના નિર્માતાઓએ આખરે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે.સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જાહેરાત કરી કે આ ફિલ્મ ૧૫ મે, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જાહેરાતના પોસ્ટરમાં મુખ્ય અભિનેતા આયુષ્માન ખુરાનાને જાળમાં બતાવવામાં આવ્યો છે જ્યારે બાજુમાં એક વાઘ ખુલ્લો બેઠો છે.

ખાસ પોસ્ટ સાથે જાહેરાત કરતાં ટીમે લખ્યું, “શિકારી ખુદ બની ગયો શિકાર! હવે જાળમાં ફસાઈ ગયા અમારા પ્રજાપતિ પાંડે. તૈયાર થઈ જાઓ, પતિ પત્ની ઔર વો દો માટે! સિનેમાઘરોમાં ૧૫ મે ૨૦૨૬!” આ ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ પણ જોડાશે.આ ફિલ્મની સ્ટોરી એક નવી સ્ટોરી છે અને ૨૦૧૯ની ફિલ્મની રીમેક નથી. સુત્રએ જણાવ્યું,“આ એક નવી વાર્તા છે, નવા કલાકારો સાથે, જે ળેન્ચાઇઝીને આગળ વધારે છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.