Western Times News

Gujarati News

આપણી ફિલ્મો વેસ્ટર્ન ઓડિયન્સને પણ જોવી ગમે એવી બનાવવી પડશે: યશ

મુંબઈ, રણબીર કપૂર અને યશની રામાયણના ગ્રાફિક્સ અને વીએફએક્સની ઘણી ચર્ચા છે. ઘણા લોકો આ ફિલ્મના વિષય સાથે વધુ પડતા વીએફએક્સને કારણે તેની ટીકા કરી રહ્યા છે, તો હોલિવૂડના ટેન્કિશીયન્સ દ્વારા થતા વર્લ્ડક્લાસ ગ્રાફિક બાબતે કેટલાક લોકો તેની અવતાર સાથે પણ સરખામણી કરી રહ્યા છે.

આ ફિલ્મની પહેલી ઝલક લોંચ કરવામાં આવી છે, તેમાં રણબીરની ઝલક જોવા મળી છે, પણ હજુ યશના રાવણ સ્વરૂપની ખાસ ઝોલક મળી નથી. ત્યારે હવે યશ રામાયણના આંતરરાષ્ટ્રિય સ્તરના કેનવાસના વખાણ કર્યા છે.

યશે કહ્યું, “અમારે પશ્ચિમી દર્શકો માટે પણ ઓળખાણભર્યું બનાવવું પડશે”નિતેશ તિવારીની ભવ્ય ફિલ્મ ‘રામાયણ’ માટે પ્રમોશનની શરૂઆત સાથે, નિર્માતા નમિત મલ્હાત્રા અને અભિનેતા યશ લાસ વેગાસ ખાતે યોજાયેલા સિનેમાકોનમાં ફિલ્મ રજૂ કરવા ગયા હતા. આ આંતરરાષ્ટ્રીય મંચ પર તેમણે ‘રામાયણ પાર્ટ ૧’નું પ્રેઝન્ટેશન કર્યું અને ફિલ્મની દ્રષ્ટિ અને વ્યાપ વિશે વિગતે ચર્ચા કરી.

‘રામાયણ’ વાલ્મીકિ દ્વારા રચાયેલ પ્રાચીન મહાકાવ્ય પર આધારિત છે, જેમાં ભગવાન રામ (રણબીર કપૂર) અને રાવણ (યશ) વચ્ચેનું યુદ્ધ દર્શાવવામાં આવ્યું છે. રાવણે સીતાજી (સાઈ પલ્લવી)નું અપહરણ કર્યા બાદ આ સંઘર્ષ શરૂ થાય છે.રાવણનું પાત્ર પહેલાં પણ પડદા રપ ઘણી વખત ભજવાઈ ચૂક્યું છે અને તેમાંથી કેટલાંક પાત્રો દર્શકોના મનમાં વસી ગયા હોય ત્યારે આ પ્રકારના પાત્ર માટે વધુ મહેનત કરવી પડતી હોય છે.

ત્યારે યશે રાવણના પાત્ર વિશે વાત કરતા કહ્યું, “મેં રાવણના સ્વભાવ અને ભાવનાઓને અંદર સુધી સમજવાનો પ્રયાસ કર્યાે છે અને કેટલીક ક્ષણોમાં તેને માનવીય બનાવવાનો પ્રયત્ન કર્યાે છે. લોકો તેને સમજી શકે અને તેની સાથે જોડાઈ શકે, તે મહત્વનું છે.”ફિલ્મની ‘રામ ગ્લિમ્પ્સ’ તાજેતરમાં જ વિશ્વભરમાં રજૂ થઈ હતી.

દ્રશ્યો અને સ્કેલ માટે પ્રશંસા મળી, પરંતુ કેટલાક લોકોએ અસુરોની ડિઝાઇનને પશ્ચિમી પ્રભાવવાળી ગણાવી તેની ટીકા પણ કરી હતી.તે અંગે યશે જવાબ આપ્યો કે,“અમારી ફિલ્મનું લક્ષ્ય વૈશ્વિક ઓડિયન્સ સુધી પહોંચવાનું છે, એટલે પશ્ચિમના દર્શકો માટે પણ કંઈક એમને જાણીતું લાગે કે મજા આવે એવું લાગવું જરૂરી છે.”

આ ફિલ્મ માટે હોલિવૂડના ટેન્કિશિયન્સ કામ કરી રહ્યા છે અને કલાકારોના લૂક પાછળ પણ ઘણી મહેનત કરવામાં આવી છે. ‘રામાયણ’ બે ભાગોમાં રિલીઝ થશે અને બંનેનું કુલ બજેટ આશરે ૫૦૦ મિલિયન ડૉલર છે, જે તેને અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મોમાં સ્થાન આપે છે. નમિત મલ્હાત્રાએ ફિલ્મ વિશે કહ્યું હતું, “આ ફિલ્મ પૂર્વ અને પશ્ચિમનું શ્રેષ્ઠ સંયોજન હશે. અમે એવી ફિલ્મ બનાવવા માગીએ છીએ જે પરંપરાગત ભારતીય સિનેમા અને હોલિવૂડ બંનેથી અલગ અનુભવ આપે.”‘

રામાયણ પાર્ટ ૧’ ૮ નવેમ્બરે, દિવાળીના અવસરે વિશ્વભરમાં રિલીઝ થશે, જ્યારે પાર્ટ ૨ ૨૦૨૭માં આવશે. ફિલ્મમાં સની દેઓલ હનુમાનજીના પાત્રમાં અને રવિ દુબે લક્ષ્મણ તરીકે જોવા મળશે.આ પ્રોજેક્ટને લઈને ઉત્સુકતા સતત વધી રહી છે અને હવે સૌની નજર એ બાબત પર છે કે આ ભવ્ય કથા મોટા પડદા પર કેવી રીતે જીવંત બને છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.