Western Times News

Gujarati News

પક્ષની વિરૂધ્ધ જઈ અપક્ષ ઉમેદવારી કરનાર 10ને BJPએ સસ્પેન્ડ કરાયા

હિંમતનગર-ઈડર નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારી કરનાર વિરૂધ્ધ ભાજપે કાર્યવાહી કરી

હિંમતનગર,સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર-ઈડર નગરપાલિકાની ચુંટણીમાં ભાજપની વિરૂધ્ધ જઈ અપક્ષ ઉમેદવારી કરનાર ૧૦ કાર્યકરોને તાજેતરમાં પ્રદેશ ભાજપના આદેશ બાદ જિલ્લા સંગઠન દ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જેને લઈને જિલ્લામાં રાજકીય ગરમાવો શરૂ થયો છે.

આ અંગે જિલ્લા ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલે એક વાતચીતમાં જણાવ્યું હતું કે અગાઉથી જ પ્રદેશ ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્શ લેવાયા બાદ ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા તેમ છતાં ઈડર નગરપાલિકાના વોર્ડ નં.૧માં ચાર, વોર્ડ નં.ર બે, વોર્ડ નં.૭માં ત્રણ તથા હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નં.૬માં અપક્ષ તરીકે ઉમેદવારી કરનાર ઉમેદવારને ભાજપે શનિવારે સસ્પેન્ડ કરીને તેની જાણ કરી દીધી છે.

જિલ્લા ભાજપ દ્વારા અપક્ષ ઉમેદવારી કરનારને સસ્પેન્ડ કરાયા છે તેમાં હિંમતનગર પાલિકાના વોર્ડ નં.૬માં ચુંટણી લડતા દિપક સવજીભાઈ ભાટી, ઈડર પાલિકાના વોર્ડ નં.૧માં જયસિંહ રાધાકિશન તંવર, પારૂલબેન જેકીકુમાર કોઠારી, પ્રદિપ નગીનદાસ શાહ, મનીષાબેન જીજ્ઞેશભાઈ પંડયા, વોર્ડ નં.રમાં ફીરોજાબાનુ નસીબખાન બલોચ, સંજય કાલીદાસ ભોઈ, વોર્ડ નં.૭માં કેવલ વિશાલકુમાર દોશી, રમિલાબેન દિનેશભાઈ પટેલ અને કમળાબેન હિમતભાઈ વણઝારાનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં પણ પક્ષ દ્વારા શિસ્ત ભંગના વધુ પગલાં લેવાઈ શકે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.