Western Times News

Gujarati News

ઇન્ડિયા કોલોની વોર્ડમાં પણ ભાજપ સામે સ્થાનિક લોકોની ભારે નારાજગી

તમારે ભાજપવાળાએ અમારી ચાલીમાં પ્રચાર માટે આવવું નહીં તમે લોકો અહીંયાથી જતા રહો.

ઇન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપના કાર્યકર પર હુમલો કરનાર સામે પોલીસ ફરિયાદ થઈ

(પ્રતિનિધિ) અમદાવાદ,  સ્થાનિક સ્વરાજ્યના ચૂટણાઆમા આચાર માટ જઇ રહેલા ભાજપના ઉમેદવારોનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદના પણ અલગ અલગ વોર્ડમાં ભાજપના ઉમેદવારનો લોકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ઇન્ડિયા કોલોની વોર્ડમાં પણ ભાજપ સામે સ્થાનિક લોકોની ભારે નારાજગી છે.

સરસપુર અશોક મિલની નવી ચાલી પાસે ભાજપના ચૂંટણી પ્રચારમાં ગયેલા કાર્યકર્તાને સ્થાનિક રહીશે તમારે ભાજપ વાળાએ અમારી ચાલીમાં પ્રચાર માટે આવવું નહીં કહી માર માર્યો હતો. લોકસંપર્ક રાઉન્ડ માટે આવ્યા છે એવું કહેતા માર માર્યો અને ગાળા ગાળી થઈ હતી. આ મામલે ભાજપના કાર્યકરે હસમુખ વોરા નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ મનપામાં ઇન્ડિયા કોલોની વોર્ડના ચારે ઉમેદવારો અલગ અલગ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે લોકસંપર્ક રાઉન્ડ કરી રહ્યાં છે. ત્યારે તેમની સાથે નરોડા રોડ વિસ્તારમાં બુદ્ધનગર સોસાયટીમાં રહેતા ભાજપના કાર્યકર્તા ધીરજભાઈ રાઠોડ પણ ચારેય ઉમેદવારો સાથે લોક સંપર્ક રાઉન્ડમાં જોડાયા હતાં.

ચૂંટણી પ્રચાર માટે લક્ષ્મીપુરાની ચાલી અને અશોક મિલની નવી ચાલીની આજુબાજુના વિસ્તારોમાં લોક સંપર્કો રાઉન્ડ માટે ગયા હતાં. અશોક મિલની નવી ચાલી પાસે ભાજપના કાર્યકર્તાઓ અને ચારેય ઉમેદવારો ગયા હતા, ત્યારે ચાલીના નાકે હસમુખભાઈ વોરા ઉર્ફે કાળુ ગુલાબી ઊભો હતો. હસમુખભાઈએ કહ્યું હતું, તમારે ભાજપવાળા અમારી ચાલીમાં પ્રચાર માટે આવવું નહીં તમે લોકો અહીંયાથી જતા રહો.

જેથી ધીરજભાઈએ કહ્યું હતું કે, અમે અહીંયા લોક સંપર્ક રાઉન્ડ માટે આવ્યા છીએ, જે લોક સંપન્ન રાઉન્ડ પૂરો કરી જતા રહીશું. જેથી હસમુખભાઈએ ઉશ્કેરાઈ અને ધીરજભાઈને ગાળા ગાળી કરી હતી. ગાળો બોલવાની ના પાડતા હસમુખભાઈએ કોલર પકડી અને ભાજપના કાર્યકર એવા ધીરજ પ્રજાપતિને લાફો મારી દીધો હતો. હસમુખભાઈએ ધમકી આપી હતી કે, હવે પછી અહીંયા ચાલીમાં આવ્યા તો તમારા હાથ પગ તોડી નાખીશું.

જેથી ભાજપના કાર્યકરો અને ઉમેદવારો ત્યાંથી નીકળી ગયા હતાં. ભાજપના કાર્યકરને પ્રચારમાં માર મારવામાં આવતા પાર્ટીમાં જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભાજપના કાર્યકરે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે હસમુખ વોરા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રચારમાં ગયા ત્યારે ભાજપના ઉમેદવારના ભાઈને અને અન્ય એક બે કાર્યકર્તાની સાથે પણ ઝપાઝપી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઇન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપના પ્રચારમાં થઈ રહેલા વિરોધને લઈને સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.