Western Times News

Gujarati News

AMC દ્વારા કોચ માટે ક્લાઈન્ટ મેનેજમેન્ટ અને સેફટી અવેરનેસ ટ્રેનિંગનું આયોજન

અમદાવાદ (પ્રતિનિધિ),  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્વીમીંગ પુલ, જિમ્નેશિયમ, સ્કેટિંગ રિક તથા સ્પોટ્‌ર્સ સંકુલમાં ફરજ બજાવતા કોચનો “ક્લાઈન્ટ મેનેજમેન્ટ, બિહેવિયરલ એન્ડ સેફટી અવેરનેસ” ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન વીર સાવરકર સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્સ, મેમ્કો ખાતે ૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્વીમીંગ પુલ અને જિમ્નેશિયમમાં ક્લાઈન્ટ અને વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપતા લગભગ ૧૬૪થી વધુ જેટલા કોચએ ટ્રેનિંગ લીધી હતી. જે અંતર્ગત સ્વીમીંગ ફોઉન્ડેશન, કોચના નિયમિત કામગીરીમાં આવતા પડકારો, સ્વીમીંગ લોજિસ્ટિક્સ, ટ્રેનિંગ સ્ટ્રેટેજીસ, બેહાવિયરલ મેનેજમેન્ટ સ્ટ્રેટેજીસ, કોમ્યુનિકેશન સ્ટ્રેટેજીસ વગેરે જેવા મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.

આ વિષે માહિતી આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વ્યાયામશાળાના પ્રિન્સિપાલ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બિહેવિયર સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશન વિષય અંતર્ગત ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોચ દ્વારા પબ્લિક સાથે કઈ રીતે વર્તન કરવું તે માટેનો વર્કશોપ યોજ્યો હતો.

એએમસીના હાલમાં ૩૮ જેટલા જિમ અને ૧૫ જેટલા સ્વીમીંગપુલ કાર્યરત છે. આ ઉપરાંત ૫ સ્વીમીંગપુલ અને ૧૦ જિમ્નેશિયમ પીપીપીથી ચાલે છે. આ તમામનું સુયોગ્ય અને સરળ સંચાલન થઇ શકે અને ઓછામાં ઓછી ફરિયાદો નોંધાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્વર્ણિમ સ્પોટ્‌ર્સ ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

કુલ ૧૬૪થી વધુ જેટલા કોચીસે આ ટ્રેનિંગ પ્રોગ્રામનો લાભ લીધો છે. જેમાં તેઓ સ્વીમીંગ દરમિયાન માનવ સેફ્‌ટીનો મુદ્દો મેજર મુદ્દો રહ્યો હતો. આ ટ્રેનિંગ વિષે વાત કરતા જિમ્નેશિયમ અને સ્વિમિંગ પુલ ડિપાર્ટમેન્ટના મેનેજર રીક્રિએશન બિંદિયા આર ગોયલએ જણાવ્યું કે એએમસી સંચાલિત ૩૮ જિમ્નેશિયમ અને ૧૫ સ્વિમિંગ પૂલ શહેરમાં છે.

એએમસી દ્વારા આયોજિત આ ટ્રેનિંગ કાર્યક્રમમાં સ્વીમીંગના ૯૭ અને જીમ્નેશિયમના ૬૭ જેટલા કોચએ ટ્રેનિંગ લીધી છે. જે અંતર્ગત તેઓ તેમના રોજ-બરોજની કામગીરીમાં કઈ રીતે સુધારો લાવી કામગીરીને વધુ સુવ્યવસ્થિત રીતે કરી શકે તે માટેનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કોચીસને રોજ પબ્લિક સર્વિસમાં ઇન્વોલ્વ થવું પડતું હોય છે.

ત્યારે નાગરિકોને મેમ્બરશિપ આપવાથી માંડીને જેમની વાર્ષિક મેમ્બરશિપ છે તેમની સાથે કઈ રીતે વર્તન કરવું તે માટેની તેમને પ્રોફેશનલ ટ્રેનિંગ આપવામાં આવી છે. આ ટ્રેનિંગનો રિસ્પોન્સ અદભુત રહ્યો છે, જેને સ્વર્ણિમ ગુજરાત સોર્સ યુનિવર્સિટીના ફેકલ્ટીઓ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.