Western Times News

Gujarati News

રાજ્યમાં ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, આજે ડોર ટુ ડોર પ્રચાર કરશે ઉમેદવારો

File Photo

અમદાવાદ મનપા ચૂંટણીમાં પોલીસની લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે

ગાંધીનગર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે. રાજકીય પાર્ટીના ચૂંટણી ઉમેદવારો હવે નહી કરી શકે પ્રચાર. અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રચારનો ગજવો હવે શાંત થઈ ગયો છે. અમદાવાદ માં ચૂંટણી પ્રચારનો સમય પૂર્ણ થતાં રાજકીય પાર્ટીઓના ઉમેદવારો હવે કોઈપણ પ્રકારનો જાહેર પ્રચાર કરી શકશે નહીં.

ચૂંટણી આયોગના નિયમો મુજબ, પ્રચાર સમયમર્યાદા પૂરી થયા બાદ તમામ ઉમેદવારોને શાંતિ જાળવવાની ફરજ રહેશે. આ દરમિયાન મતદારોને પ્રભાવિત કરવા માટે કોઈ સભા, રેલી કે જાહેર પ્રચાર કાર્યક્રમો યોજી શકાશે નહીં.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ શહેરમાં લગાવવામાં આવેલા રાજકીય પાર્ટીઓના બેનરો અને પોસ્ટરો ઉતારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો, ચોક અને જાહેર સ્થળોએ લગાવવામાં આવેલા તમામ પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવશે જેથી ચૂંટણી આચારસંહિતા જળવાઈ રહે.
આવતી ૨૬ એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાશે. મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શાંતિપૂર્ણ તેમજ નિષ્પક્ષ મતદાન માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.

ચૂંટણી પ્રચાર સમાપ્ત થતાં હવે તમામની નજર મતદાનના દિવસે અને ત્યારબાદ આવનારા પરિણામો પર કેન્દ્રિત થઈ ગઈ છે.

આગામી ૨૬ એપ્રિલે અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ પોલીસે લોખંડી સુરક્ષાનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ચૂંટણી દરમિયાન ૮ હજાર જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે અને ૨૫૦૦ જેટલા જવાનો વીવીઆઈપી મુવમેન્ટ અને સુરક્ષાને લઈ તૈનાત રહેશે.

ખાસ કરીને મતગણતરી કેન્દ્રમાં ત્રણ લેયરમાં સુરક્ષા ગોઠવાઈ છે. જેમાં મતગણતરી કેન્દ્રની અંદર એસઆરપી જવાનો તૈનાત કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ૨૬ એપ્રિલના રોજ મતદાન અને ૨૮ એપ્રિલે મતગણતરી થવાની છે.

ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે મતદાન મથકો અને મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેઓએ જણાવ્યું કે, મતદાન મથકો સાથે મતગણતરી કેન્દ્રની સમીક્ષા કરવામાં આવી છે. ૨૮ તારીખે મતગણતરીના દિવસે મતગણતરી કેન્દ્ર પર ત્રણ લેયર સુરક્ષા રાખવામાં આવશે.

૨૬ એપ્રિલે મતદાન પૂર્ણ થયા બાદ મતપેટીઓ સુરક્ષા હેઠળ અહીં લાવવામાં આવશે. ૨૮ વોર્ડની મત ગણતરી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ અને ૨૧ વોર્ડની મત ગણતરી ગુજરાત કોલેજ ખાતે થશે.

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જ્યાં મતપેટીઓ રાખવાની છે તે સ્ટ્રોંગરૂમની પણ મુલાકાત લીધી હતી. ૨૮મી તારીખે મતગણતરી કેન્દ્રની અંદર એસઆરપી જવાનો તૈનાત કરવામાં આવશે. મતગણતરી કેન્દ્રની બહાર લોકલ પોલીસ રહેશે. દરેક જગ્યા પર સીસીટીવી લગાવવામાં આવ્યા છે. ચૂંટણી કામગીરીને લઈને ૮૦૦૦ લોકલ પોલીસ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તૈનાત કરાઈ છે. જ્યારે ૨૫૦૦ પોલીસ જવાનો વીવીઆઈપી મુવમેન્ટ માટે તૈનાત રાખવામાં આવ્યા છે.

મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જ્યારે મતગણતરી અગાઉ કેન્દ્રમાં કેટલાક રસ્તાઓ પર બેરીકેટ લગાવવામાં આવશે. તો કેટલાક રસ્તાઓ અવરજવર માટે બંધ કરાશે.

મહત્વનું છે કે, મતદાન મથકો ઉપરાંત મતગણતરી કેન્દ્રમાં પોલીસ કમિશનરે મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. જેમાં એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ પર કાઉન્ટિંગ થવાનું છે. ત્યારે આ બન્ને કેન્દ્ર પર પોલીસ કમિશનરે મુલાકાત લઈ સમીક્ષા કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.