શામળાજી ખાતે સોલર ડ્રાયરનું ઉદઘાટન કરવામાં આવ્યું
(પ્રતિનિધિ)મોડાસા, સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે વ્હીલ્સ ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત એફપીઓ અરવલ્લી આદિવાસી મહિલા ગૃહ ઉદ્યોગ ની આજીવીકા હેતુ મસાલા, પાપડ, અથાણાં, શાકભાજી અને ફળોની વિવિધ પ્રોડક્ટ્સ બનાવી રોજગારી મેળવી શકશે.
આ પ્રસંગે ઉદઘાટક શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વરદાસજી મહંતશ્રી હરિકિશોર દાસજી મહારાજ ના વરદ હસ્તે સોલર ડ્રાયરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ અવસરે સહયોગી સંસ્થાઓ કે. આર. કટારા આટ્ર્સ કોલેજ શામળાજીના પ્રિન્સિપાલ શ્રી અજયભાઈ પટેલ, વિલ્સ ગ્લોબલ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ મેનેજર પ્રદીપભાઈ દૈયા, શામળિયા ફેડરેશનના પ્રમુખ શ્રી ડાહીબેન કટારા,
અરવલ્લી આદિવાસી મહિલા ગૃહ ઉદ્યોગ ના ડાયરેક્ટર શ્રી કાંતિભાઈ કટારા, સંધ્યાબેન પાંડોર, મેશ્વો ફાર્મર એફપીઓ ના ચેરમેન શ્રી નરેશ કટારા, છાંયડો ના પ્રમુખ શ્રી આયુષ મહેતા, મેશ્વો ફાર્મર ના ડાયરેકટર શ્રી નયનાબેન ભગોરા, સુંદરલાલ ડુંડ, ભાગ્યશ્રી ગામેતી, સીઈઓ રાયમલભાઈ પગી, મેશ્વો મહિલા સીઈઓ સુર્યાબેન કટારા, સમાજસેવક શ્રી નરેશભાઈ ડામોર તથા સભાસદ આદિવાસી મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. મહેમાન શ્રી પંકજભાઈ સોલંકી અને નેહાબેન ચૌધરી- નર્મદા બિલ્ડ કેર, સુરત હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
