Western Times News

Gujarati News

ઇંગ્લેન્ડમાં આગામી T20 માટે નવાઝનો સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબ સાથેનો કરાર રદ કરવામાં આવ્યો

પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ નવાઝનો ડ્રગ ટેસ્ટ પોઝિટિવ

(એજન્સી)ઈસ્લામાબાદ, ફરી એકવાર પાકિસ્તાન ક્રિકેટ જગતમાંથી શરમજનક સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ નવાઝનો ડ્રગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, જેના કારણે તેની સત્તાવાર તપાસ શરૂ થઈ ગઈ છે.

નવાઝનો આ ટેસ્ટ ૨૦૨૬ના ટી-ર૦ વર્લ્ડ કપ દરમિયાન કરવામાં આવ્યો હતો, જે ભારત અને શ્રીલંકામાં યોજાયો હતો. ઈએસપીએન ક્રિક ઈન્ફ્રોએ એક અહેવાલમાં જણાવ્યું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ નવાઝના કેસની તપાસ શરૂ કરી છે. વધુમાં આ તપાસના સીધા પરિણામ રૂપે ઇંગ્લેન્ડમાં આગામી ટી-ર૦ માટે નવાઝનો સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબ સાથેનો કરાર રદ કરવામાં આવ્યો છે.

ઈએસપીએન ક્રિક ઈન્ફ્રો અનુસાર, મોહમ્મદ નવાઝ ૨૦૨૬ના ટી-ર૦ વર્લ્ડ કપ દરમિયાન લેવામાં આવેલા ડ્રગ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો હતો અને પીસીબીએ આ મામલાની તપાસ શરૂ કરી છે.

પાકિસ્તાન માટે અત્યાર સુધી ૯૮ ટી-ર૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા નવાઝ વિશે ઈએસપીએન ક્રિક ઈન્ફ્રોએ સાથે વાત કરતા પીસીબીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલએ આ બાબતે પીસીબીને જાણ કરી છે, જેના પગલે પીસીબીએ તપાસ શરૂ કરી છે.

આ તપાસમાંથી જે પણ પરિણામો આવશે તે આઈસીસીને જણાવવામાં આવશે. નોંધનીય છે કે આઈસીસી એ ૨૨ એપ્રિલે નવાઝ અંગે પીસીબીનો સૌપ્રથમ સંપર્ક કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ૩૨ વર્ષીય ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝ સલમાન અલી આગાના નેતૃત્વ હેઠળની પાકિસ્તાન ટીમનો ભાગ હતો.

શ્રીલંકામાં યોજાયેલી ટુર્નામેન્ટ દરમિયાન તેણે ટીમ માટે ૭ મેચ રમી હતી, જેમાં તેણે ૧૫ રન બનાવવા ઉપરાંત ૭ વિકેટ લીધી હતી. નવાઝે ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાયેલી ભારત-પાકિસ્તાન મેચમાં પણ ભાગ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.